<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 14th May 2025

મુંબઇમાં સાકી નાકા સહિતના વિસ્‍તારોમાં પાણી ભરાયા

ચોમાસા પહેલા બીએમસીની પોલ ખુલી : હળવા વરસાદમાં જ વિવિધ વિસ્‍તારોમાં જળબંબાકારની સ્‍થિતિઃ નાગરિકોએ સોશિયલ મીડિયા પર રોષ ઠાલવ્‍યો

મુંબઈ તા.૧૪: મુંબઈમાં મંગળવારે વહેલી સવારે હળવો વરસાદ પડ્‍યો હતો, જેણે શહેરને ફરી એકવાર ચોમાસા પહેલાંના વરસાદનો અનુભવ કરાવ્‍યો હતો. જો કે, માત્ર થોડી મિનિટોના વરસાદમાં જ સાકી નાકા, સાકી વિહાર રોડ અને ખેરની રોડ જેવા વિસ્‍તારોમાં પાણી ભરાઈ ગયા હતા.

નાગરિકોએ સોશિયલ મીડિયા પર BMCની ચોમાસાની તૈયારીઓની ટીકા કરી હતી. એક મુંબઈકરે સવારે સાકી નાકામાં પાણી ભરાયેલા રસ્‍તા પરથી ઓટોરિક્ષા પસાર થતો હોવાનો વિડિયો શેર કરીને ટિપ્‍પણી કરી હતી કે, મારે પહેલાં એક હોડી ખરીદવી જોઈએ.

BMCની ચોમાસાની તૈયારીઓ ગયા અઠવાડિયે જ ખુલ્લી પડી ગઈ હતી જ્‍યારે મુંબઈમાં પ્રથમ ચોમાસા પહેલાંનો વરસાદ પડ્‍યો હતો. ૮મી મેના રોજ સાકી નાકા વિસ્‍તારમાં કાદવ ફેલાયેલો હતો, રસ્‍તાનું કામ ચાલુ હતું અને હળવા વરસાદ પછી પાણી ભરાઈ ગયું હતું. (૩૮.૨૫)

(3:58 PM IST)