News of Thursday, 15th May 2025
સોનામાં બે દિ'માં ૩૦૦૦ રૂા. તૂટયા
ચાંદીમાં પણ ૧૫૦૦ રૂા. ઘટયાઃ આજે સોના-ચાંદીમાં ૧૦૦૦ રૂા તૂટયા બાદ બપોરે ફરી ૪૦૦ રૂા વધી ગયા : સોનુ ૧૦ ગ્રામના ભાવ ૯૪,૯૦૦ રૂા અને ચાંદીના ભાવ ૯૬,૬૦૦ રૂા

રાજકોટ તા.૧૫: સોના ચાંદીમાં આજે બે તરફી વધઘટ જોવા મળી હતી. સવારે ભાવ તુટયા બાદ બપોરે ફરી ઉછાળો થયો હતો. જો કે છેલ્લા બે દિ'માં સોનામાં ૧૦ ગ્રામે ૩,૦૦૦ રૂ. અને ચાંદીમાં ૧૫૦૦ રૂા.નો ઘટાડો થયો છે. બુલીયન માર્કેટમાં ડોલરમાં મંદીના પગલે સ્થાનીક બજારમાં સોનાનો આજે સવારે ૧૦૦૦ રૂા. ઘટયા હતા. ગઇકાલે સોનુ સ્ટાર્ન્ડડ (૧૦ ગ્રામ) ભાવ ૯૫,૫૦૦ હતા તે ઘટીને ૯૪,૫૦૦ રૂા થયા હતા. જો કે બપોરે સોનાના ભાવમાં ફરી ૪૦૦ રૂાનો ઉછાળો થતા સોનાના ભાવ ૯૪,૯૦૦ રૂા. થઇ ગયા છે. સોનાના બીસ્કીટ (૧૦૦ ગ્રામ)ના ભાવ ૯,૪૯,૦૦૦ રૂા.ની સપાટીએ ભાવ પહોંચ્યા છે. છેલ્લા બે દિ'માં સોનામાં ૩,૦૦૦ રૂા.નો નોંધપાત્ર ઘટાડો થયો છે. બે દિ' પહેલા સોનાના ભાવ ૯૭,૫૦૦ રૂા. હતા તે ઘટીને આજે સવારે ૯૪,૫૦૦ રૂા. થઇ ગયા હતા અને બાદમાં બપોરે ફરી ૪૦૦ રૂા. નો ભાવવધારો થયો હતો. ચાંદીમાં પણ આજે સવારે ૧૦૦૦ રૂાનો ઘટાડો થયો હતો. ગઇકાલે ચાંદી ચોરસા ( ૧ કિલો)ના ભાવ ૯૭,૦૦૦ રૂા હતા તે ઘટીને ૯૬,૦૦૦ રૂા થઇ ગયા હતા. જો કે બપોરે ચાંદીમાં ફરી ૪૦૦ રૂા.નો વધારો થતા ચાંદીના ભાવ ૯૬,૬૦૦ રૂા. થઇ ગયા હતા. છેલ્લા બે'દિમાં ચાંદીમાં ૧૫૦૦ રૂા. નોંધપાત્ર ઘટાડો થયો છે. બપોરે ફરી ચાંદીમાં ૪૦૦ રૂા. વધી ગયા હતા
(4:29 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
