News of Friday, 16th May 2025
દુકાનમાં પુરુષોના વાળ અને દાઢી બનાવે છે છોકરી
સ્વાતિના સલૂનનું નામ એફ્રોડાઈટ ફેમિલી સલૂન છે : વાયરલ થઈ રહેલો આ વીડિયો સ્વાતિ મિત્રાએ શેર કર્યો

નવી દિલ્હી,તા.૧૬: પહેલાના જમાનામાં છોકરા-છોકરીઓ માટે અલગ અલગ સલૂન રહેતા હતા. છોકરીઓ જ્યાં બ્યુટીપાર્લરમાં જઈને મહિલાઓ પાસેથી પોતાના વાળ કપાવતી હતી, તો પુરુષો હંમેશા બાર્બર શોપ પર જતા હતા. જ્યાં પુરુષો વાળ કાપતા હતા. પણ ધીમે ધીમે માહોલ બદલાવા લાગ્યો. મોટા શહેરો બાદ હવે નાના શહેરોમાં પણ એવા સલૂન ખુલવા લાગ્યા છે, જ્યાં પુરુષ અને મહિલાઓના વાળ એક સાથે કાપવામાં આવે છે. પણ કયારેય વિચાર્યું છે કે જ્યારે કોઈ પુરુષોના વાળ કોઈ મહિલા કાપતી હોય. વાયરલ થઈ રહેલા વીડિયોમાં તેની એક ઝલક જોવા મળે છે. જેમાં મહિલાને કેવી કેવી તકલીફોનો સામનો કરવો પડે છે. વીડિયોમાં જ્યારે એક મહિલા પુરુષોના વાળ કાપે છે, તો લોકો તેને ખાલી જોવા માટે અથવા તો ઈમ્પ્રેસ કરવા માટે આવતા હોય છે.
વાયરલ થઈ રહેલો આ વીડિયો સ્વાતિ મિત્રાએ શેર કર્યો છે. જે આ ક્લિપમાં ખુદ નજર આવી રહી છે. સ્વાતિના સલૂનનું નામ એફ્રોડાઈટ ફેમિલી સલૂન છે. તે હંમેશા આવા વીડિયો શેર કરે છે. વાયરલ થઈ રહેલા આ વીડિયોની વાત કરીએ તો, આપ જોશો કે સ્વાતિ ખૂબ જ આરામથી એક છોકરાની દાઢી બનાવી રહી છે. તેણે છોકરાના ચહેરા પર સાબુ લગાવી રાખ્યો છે. પણ છોકરો વળી વળીને સ્વાતિને જ જોયા કરે છે. ત્યારે આવા સમયે સ્વાતિ તરત તેની ડોક બીજી તરફ ફેરવી નાખે છે અને દાઢી બનાવવા લાગે છે. પણ બીજી જ ક્ષણે યુવક ફરી પાછો પોતાની ડોક ફેરવી નાખે છે. ચહેરાને જોતા એવું લાગે છે કે, સ્વાતિ આ છોકરાની હરકતથી ગુસ્સે થઈ રહી છે, પણ તે પોતાનું કામ રોકતી નથી. પણ છોકરો વારંવાર આવું કરે છે.
છોકરીની આવી હરકત જોઈને સ્વાતિ કંટાળી જાય છે. તેને તરત એક આઈડિયા આવ્યો. તે મોબાઈલ ઉપાડે છે અને તેમાં કેમેરા ઓન કરી છોકરાને આપે છે. જેથી છોકરો તેને જોયા કરે અને દાઢી બનાવવાનું કામ ચાલુ રહે. થોડી વાર સુધી તો છોકરો મોબાઈલમાં તેને જોયા રાખે છે, પણ પાછો ફરીને છોકરીને જોયા કરે છે. ત્યારે આવા સમયે સ્વાતિ ઈશારો કરીને છોકરાને મોબાઈલ તરફ જોવા કહેવા લાગે છે. જેથી તે પોતાનું કામ કરી શકે. સોશિયલ મીડિયા પર આ વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. જો કે બની શકે છે કે સ્વાતિને આ કામમાં આવી તકલીફો આવતી હોય પણ તેણે આ વીડિયો ખાલી મનોરંજન માટે બનાવ્યો છે. આવું એટલા માટે કેમ કે વીડિયોમાં દેખાઈ રહેલો શખ્સ પણ એક સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર છે. જેનું નામ સુદિપ્તો ધરામી છે.(૪૦.૬)
(9:47 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
