News of Friday, 16th May 2025
પીએમ સૂર્ય ઘર યોજનામાં ગુજરાત દેશમાં ૩૪% યોગદાન સાથે મોખરે
પીએમ સૂર્ય ઘર યોજના હેઠળ સોલર પેનલ ઇન્સ્ટોલેશનમાં ગુજરાત સમગ્ર દેશમાં અગ્રેસરઃ ૩.૩૬ લાખ રૂફટોપ પેનલ લાગી : ૧૨૮૪ મેટ્રિક ટન કોલસાની બચત થઈ, ૧૫૦૪ મેટ્રિક ટન CO2 ઉત્સર્જનમાં ઘટાડો થયો

નવી દિલ્હી,તા.૧૬: વડા પ્રધાન મોદીના નેતળત્વમાં ગુજરાતે ફરી સાબિત કરી બતાવ્યું છે કે, નીતિગત દૃઢતા, વહીવટી કાર્યક્ષમતા અને જનભાગીદારીનો સમન્વય કોઈપણ યોજનાને રાષ્ટ્રીય સફળતામાં પરિવર્તિત કરી શકે છે. મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ, પીએમ સૂર્ય ઘર મુફ્ત બિજલી યોજના માટે રાજ્ય સરકારે નાણાંકીય વર્ષ ૨૦૨૪-૨૫ માટે નિર્ધારિત ૩.૦૫ લાખ સોલાર રૂફટોપ પેનલ્સના ઇન્સ્ટોલેશનનો લક્ષ્યાંક સમય પહેલાં જ પ્રાપ્ત કરી લીધો છે.
રાજ્ય સરકારની સંસ્થા ગુજરાત ઊર્જા વિકાસ નિગમ લિમિટેડ દ્વારા જાહેર કરવામાં આવેલા ડેટા અનુસાર, ૧૧ મે ૨૦૨૫ સુધીમાં ગુજરાતમાં પીએમ સૂર્ય ઘર યોજના હેઠળ ૩.૩૬ લાખ સોલર રૂફટોપ પેનલ્સ સ્થાપિત કરવામાં આવી છે. આ આંકડો દેશમાં અન્ય રાજ્યોની સરખામણીમાં સર્વાધિક છે. આ યોજનાના સફળ અમલીકરણને કારણે, આજે ગુજરાત સોલર રૂફટોપ ઇન્સ્ટોલેશનમાં દેશમાં ૩૪% યોગદાન આપી રહ્યું છે. આ યોજના હેઠળ ગુજરાતના ૩.૦૩ લાખ ગ્રાહકોને કેન્દ્ર સરકાર દ્વારા રૂ.૨૩૬૨ કરોડની સબસિડી આપવામાં આવી છે.
પીએમ સૂર્ય ઘર મફ્ત વીજળી યોજનાનું સફળ અમલીકરણ કરનારા ટોચના પાંચ રાજ્યોની વાત કરીએ તો પ્રથમ ક્રમે ગુજરાત બાદ, મહારાષ્ટ્ર ૧.૮૯ લાખ સોલર રૂફટોપ પેનલ ઇન્સ્ટોલેશન્સ સાથે બીજા ક્રમે છે. ઉત્તર પ્રદેશ ૧.૨૨ લાખ ઇન્સ્ટોલેશન સાથે ત્રીજા ક્રમે, કેરળ ૯૫ હજાર ઇન્સ્ટોલેશન સાથે ચોથા ક્રમે અને રાજસ્થાન ૪૩ હજાર ઇન્સ્ટોલેશન સાથે પાંચમા ક્રમે છે.
GUVNLના આંકડા અનુસાર, ગુજરાતમાં ‘પીએમ સૂર્ય ઘર મુફત બિજલી યોજના' હેઠળ સ્થાપિત ૩.૩૬ લાખ સોલર રૂફટોપ સિસ્ટમ દ્વારા ૧૨૩૨ મેગાવોટથી વધુ ઊર્જાનું ઉત્પાદન થયું છે, જે પરંપરાગત વીજ ઉત્પાદનના ૧૮૩૪ મિલિયન યુનિટ જેટલું છે. જો આટલી જ ઊર્જા કોલસા આધારિત પ્લાન્ટમાંથી ઉત્પન્ન કરવામાં આવી હોત, તો લગભગ ૧૨૮૪ મેટ્રિક ટન કોલસાનો વપરાશ થયો હોત. આ બચતને કારણે વાતાવરણમાં ૧૫૦૪ મેટ્રિક ટન કાર્બન ડાયોક્સાઇડ ઉત્સર્જનમાં પણ ઘટાડો થયો છે.
પીએમ સૂર્ય ઘર મુફ્ત બિજલી યોજનાની શરૂઆત ફેબ્રુઆરી ૨૦૨૪માં વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવી હતી. આ યોજના હેઠળ નાગરિકોને ૩૦૦ યુનિટ સુધી મફત વીજળી આપવાની સાથે 3 kW સુધીની સિસ્ટમ પર રૂ.૭૮ હજાર સુધીની સબસિડી આપવામાં આવે છે. છત ધરાવતો કોઈપણ ઘરમાલિક આ યોજના માટે પાત્ર છે. અરજીની પ્રક્રિયા સરળ છે અને https://pmsuryaghar.gov.in પર જઈને ઓનલાઈન કરી શકાય છે.
ગુજરાતમાં પીએમ સૂર્ય ઘર મુફ્ત બિજલી યોજનાની અભૂતપૂર્વ સફળતામાં વહીવટીતંત્રની દૂરંદેશી કામગીરીએ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે, સાથે અહીંની જાગળત જનતા અને સ્થાનિક સંસ્થાઓની સક્રિય ભાગીદારીએ પણ નોંધપાત્ર યોગદાન આપ્યું છે. રાજ્ય સરકારે દરેક ગામ અને શહેરમાં વ્યાપક જનજાગળતિ અભિયાન ચલાવીને નાગરિકોને યોજનાના લાભો વિશે માહિતગાર કર્યા અને અરજી પ્રક્રિયાને સરળ અને સુલભ બનાવી છે. આ સમન્વિત અને સમર્પિત પ્રયાસો આજે ગુજરાતને નવીનીકરણીય ઊર્જાના ક્ષેત્રમાં દેશ માટે એક આદર્શ મોડલ તરીકે સ્થાપિત કરી રહ્યા છે.(૪૦.૫)
(9:47 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
