<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 16th May 2025

ભારતમાં ક્રૂડ ઓઇલની માંગ ચીનથી બે ગણી વધશે

ઓપેકના ૨૦૨૫-૨૬ના રિપોર્ટમાં થયો ખુલાસો

 

 

નવી દિલ્‍હી, તા.૧૬: ભારતમાં ક્રૂડ ઓઇલની માંગ સતત

વધી રહી છે. પેટ્રોલિયમ નિકાસકર્તા દેશોના સંગઠન ઓપેકના એક નવા રિપોર્ટના અનુસાર ૨૦૨૫ અને ૨૦૨૬માં દુનિયામાં ભારતમાં સૌથી વધુ ક્રૂડ ઓઇલની માંગ વધશે. આ ચીનની માંગથી બે ગણાથી પણ વધુ છે. ભારતમાં દુનિયામાં તેજીથી વધી રહેલી અર્થવ્‍યવસ્‍થાઓમાંનું એક છે. અહીં દિન પ્રતિદિન ઉર્જા માંગની પણ વધી રહી છે. જેના પરિણામે ભારતમાં ક્રૂડની માંગ ૨૦૨૪માં દૈનિક બેરલદીઠ (બીપીડી) ૫.૫૫ મિલીયન હતી તે ૨૦૨૫માં ૫.૭૪ મિલીયન એટલે કે ૩.૩૯ ટકાનો વધારો થશે.

અહેવાલ મુજબ, આ વળદ્ધિ ૨૦૨૬માં ચાલુ રહેવાની ધારણા છે, જે ૫.૯૯ મિલિયન બેરલ પ્રતિ દિવસ સુધી પહોંચશે, જે એક વર્ષમાં ૪.૨૮ ટકાનો વધારો દર્શાવે છે. તેનાથી વિપરીત, ચીનમાંથી ઓઇલની માંગ ૨૦૨૫માં માત્ર ૧.૫ ટકા અને ૨૦૨૬માં ૧.૨૫ ટકા વધવાનો અંદાજ છે. આ દર્શાવે છે કે ભારત વિશ્વમાં સૌથી વધુ તેલનો વપરાશ કરી રહ્યું છે.

આમ છતાં, સૌથી વધુ ઓઇલની આયાત કરતા દેશોમાં અમેરિકા ટોચ પર છે. ૨૦૨૫માં તેની અંદાજિત માંગ ૨૦.૫ મિલિયન બેરલ પ્રતિદિન રહેશે, ત્‍યારબાદ ચીન ૧૬.૯૦ મિલિયન બેરલ પ્રતિદિન અને ૨૦૨૫માં ૧૭.૧૨ મિલિયન બેરલ પ્રતિદિન રહેશે. ઓઇલના ઝડપથી વધતા વપરાશને ધ્‍યાનમાં લેતા, ભારત આ યાદીમાં ત્રીજા સ્‍થાને છે. ૨૦૨૫ અને ૨૦૨૬માં અમેરિકામાંથી તેલની માંગમાં અનુક્રમે ૦.૦૯ અને ૦.૬ ટકાનો નજીવો વધારો થવાની ધારણા છે.

ઓપેકના અગાઉના અંદાજ મુજબ, ૨૦૨૫ અને ૨૦૨૬ માં વૈશ્વિક ઓઇલની માંગ સંયુક્‍ત રીતે ૧.૩ મિલિયન બેરલ પ્રતિ દિવસ વધવાની ધારણા છે. ઓપેકે જણાવ્‍યું હતું કે, ભારતનું અર્થતંત્ર ઝડપથી વિકસી રહ્યું છે. ગ્રાહક ખર્ચ, રોકાણ અને મુખ્‍ય ક્ષેત્રો માટે સરકારી સમર્થન દ્વારા સંચાલિત મજબૂત આર્થિક વળદ્ધિનો વર્તમાન વેગ ચાલુ રહેવાની અપેક્ષા છે.

ભારત હાલમાં તેની ક્રૂડ ઓઇલની જરૂરિયાતના ૮૫ ટકાથી વધુ આયાત કરે છે. આ પછી, રિફાઇનિંગ દ્વારા તેને પેટ્રોલ અને ડીઝલ જેવા ઇંધણમાં રૂપાંતરિત કરવામાં આવે છે. ઓપેકના અહેવાલ મુજબ, માર્ચમાં ભારતની ક્રૂડ ઓઇલ આયાત ૫.૪ મિલિયન બેરલ પ્રતિ દિવસની રેકોર્ડ ઊચી સપાટીએ પહોંચી ગઈ છે, જે એક મહિનામાં ૫ ટકાથી વધુ વધી છે.

(4:34 PM IST)