હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
વાનખેડે સ્ટેડિયમમાં રોહિત શર્માના નામ પર સ્ટેન્ડ રખાયું : હિટમેને કહ્યું ક્યારેય સપનામાં પણ કલ્પના નહોતી કરી : જુઓ વિડીયો
સ્ટેન્ડનું ઉદ્ઘાટન રોહિતના માતાપિતા હસ્તે કરાયું :કાર્યક્રમમાં મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ, મુંબઈ ક્રિકેટ એસોસિએશન (MCA) ના અધિકારીઓ અને રોહિત શર્મા પોતે હાજર રહ્યા.

મુંબઈ : રોહિત શર્માના નામ પર રાખવામાં આવેલા સ્ટેન્ડનું ઉદ્ઘાટન 16 મેના રોજ વાનખેડે સ્ટેડિયમ ખાતે એક કાર્યક્રમમાં કરવામાં આવ્યું હતું. આ સ્ટેન્ડનું ઉદ્ઘાટન તેમના માતાપિતા દ્વારા કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ, મુંબઈ ક્રિકેટ એસોસિએશન (MCA) ના અધિકારીઓ અને રોહિત શર્મા પોતે હાજર રહ્યા હતા.
તાજેતરમાં જ રોહિતે ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી હતી. રોહિત પહેલાથી જ T20 માંથી નિવૃત્તિ લઈ ચૂક્યો છે અને હવે તે ભારત માટે ફક્ત ODI ફોર્મેટમાં જ રમતો જોવા મળશે. ક્રિકેટની દુનિયામાં અભૂતપૂર્વ યોગદાન બદલ MCA દ્વારા રોહિતને આ સન્માન આપવામાં આવી રહ્યું છે.
વાનખેડે સ્ટેડિયમમાં દિવેચા પેવેલિયનના લેવલ થ્રી સ્ટેન્ડનું નામ રોહિતના નામ પર રાખવામાં આવ્યું છે. ઉદ્ઘાટન સમારોહ દરમિયાન રોહિતે કહ્યું કે આજે જે થવાનું છે, તેણે ક્યારેય સપનામાં પણ તેની કલ્પના કરી ન હતી. બાળપણથી જ તે મુંબઈ માટે, ભારત માટે રમવા માંગતો હતો.
નોંધનીય છે કે મુંબઈ ક્રિકેટ એસોસિએશનના ભૂતપૂર્વ પ્રમુખ અમોલ કાલેની યાદમાં વાનખેડે ખાતે ચાર નવા સ્થળો શરદ પવાર સ્ટેન્ડ, રોહિત શર્મા સ્ટેન્ડ, અજિત વાડેકર સ્ટેન્ડ અને એમસીએ ઓફિસ લાઉન્જનું ઔપચારિક ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.
આ ખાસ પ્રસંગે મુંબઈ ઈન્ડિયન્સના માલિક નીતા અંબાણીએ પણ રોહિત શર્માને અભિનંદન પાઠવ્યા હતા. તેણે કહ્યું, 'અભિનંદન રોહિત! વાનખેડે સ્ટેડિયમે તેના પ્રિય પુત્રનું સન્માન કર્યું છે. તેથી હવે તે રોહિતની યાદોને સાચવી રહ્યું છે એટલું જ નહીં પરંતુ તેનું નામ પણ રોશન કરી રહ્યું છે. તે દરેક યુવા ક્રિકેટર માટે પ્રેરણાનું શાશ્વત પ્રતીક છે.'
રોહિતની કેપ્ટનશીપમાં ભારતે 2024માં T20 વર્લ્ડ કપ અને 2025માં ચેમ્પિયન્સ ટ્રોફી જીતી છે. ભલે તે T20 ફોર્મેટ અને ટેસ્ટમાંથી નિવૃત્તિ લઈ ચૂક્યો હોય, પણ તેની સિદ્ધિઓ હંમેશા યાદ રાખવામાં આવશે. રોહિતની કેપ્ટનશીપ હેઠળ, ભારત 2023 ODI વર્લ્ડ કપ ફાઇનલ અને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઇનલમાં પહોંચવામાં સફળ રહ્યું, પરંતુ બંને મેચમાં ટીમ ઇન્ડિયાને ઓસ્ટ્રેલિયા સામે હારનો સામનો કરવો પડ્યો હતો.
#WATCH | Mumbai | At the inauguration ceremony of a stand in Wankhede to be named after him, Indian ODI men's cricket team captain Rohit Sharma says, "What is going to happen today, I have never dreamed of. As a kid growing up, I wanted to play for Mumbai, for India. No one… pic.twitter.com/BH2VCjmxFi
— ANI (@ANI) May 16, 2025









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
