હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
IPTV એપ વિરૂદ્ધ સાયબર સેલે મૂળ બિહારના આરોપીની જલંધર ખાતેથી ધરપકડ કરી: પાકિસ્તાન કનેક્શન ખુલ્યું
Jio Hotstar એપનું અન્ય ગેરકાયદેસર એપ્પ દ્વારા સ્ટ્રીમિંગ મામલે આરોપી પાસેથી 3 હાર્ડ ડિસ્ક, 3 લેપટોપ, 13 પાસપોર્ટ, 9 ડેબિટ કાર્ડ,વિડિઓ કેપચરિંગ માટેના સાધનો કબ્જે કર્યા

ગાંધીનગરમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી રહી છે. Jio Hotstar એપનું અન્ય ગેરકાયદેસર એપ્પ દ્વારા સ્ટ્રીમિંગ થવાનો મામલો સામે આવ્યો છે. IPTV એપ વિરૂદ્ધ સાયબર સેલે મૂળ બિહારના આરોપીની જલંધર ખાતેથી ધરપકડ કરી છે.
Jio Hotstarનું ગેરકાયદેસર એપ્પ દ્વારા સ્ટ્રીમિંગ કરાતા એકની ધરપકડ કરી છે. મળતી માહિતી મુજબ, જિયો હોટસ્ટાર તરફથી ફરિયાદ મળતા સાયબર સેલે IPTV એપની તપાસ હાથ ધરી હતી. તપાસમાં પંજાબ જલંધરના મુર્તુજા મોહમદ આલી નામના એક ઇસમે IPTV એપ બનાવી હોવાનું સામે આવ્યું છે. મૂળ બિહારના આરોપીની જલંધર ખાતેથી ધરપકડ કરી છે.Jio Hotstar એપનું અન્ય ગેરકાયદેસર એપ્પ દ્વારા સ્ટ્રીમિંગ મામલે આરોપી પાસેથી 3 હાર્ડ ડિસ્ક, 3 લેપટોપ, 13 પાસપોર્ટ, 9 ડેબિટ કાર્ડ,વિડિઓ કેપચરિંગ માટેના સાધનો કબ્જે કર્યા છે.
Jio Hotstar એપનું અન્ય ગેરકાયદેસર એપ્પ દ્વારા સ્ટ્રીમિંગ કરીને એક સર્વર નહિ પણ બહુ બધા સર્વર ભેગા કરીને કન્ટેન યુઝ કરવામાં આવતા હોવાનો ખૂલાસો થયો છે. આ એપ પર પાકિસ્તાન સહિત ઘણા દશોના સર્વર ઉપલબ્ધ હતા. સાયબર સેલે URL મારફતે ક્યા ક્યા કન્ટેન ઉપયોગમાં લેવામાં આવે છે તે દિશામાં પણ તપાસ હાથ ધરી છે. જીઓ હોટ સ્ટાર ચેનલે સ્ટેટ સાયબર સેલને IPTV વિરુદ્ધ ફરિયાદ આપી હતી કે કેટલાક લોકો IPTV એપ મારફતે TVનું સ્ટ્રીમિંગ કરે છે. IPTV એન્ડ્રોઈડ એપ પર જોવા મળતી હતી જેના પર પાકિસ્તાન સહિત અન્ય ઘણા દેશોના કન્ટેન પણ ઉપલબ્ધ હતા. પોલીસે એક આરોપીને ગિરફ્તાર કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
