<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 16th May 2025

વડાપ્રધાન મોદી ફરી ગુજરાત આવી શકે :દાહોદ ખાતે વિવિધ વિકાસલક્ષી કાર્યોનું લોકાર્પણ કરે તેવી શકયતા

મહિનાના અંતમાં દાહોદ આવે તેવી સંભાવના: સંભવિત મુલાકાતને લઈને જિલ્લા કલેકટરે અધિકારીઓ સાથે એક બેઠક પણ યોજી

અમદાવાદ : વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી મહિનાના અંતમાં ગુજરાત આવી શકે છે. ગુજરાતમાં દાહોદ ખાતે તેઓ નવા બનેલા રેલવે વર્કશોપની સાથે સાથે દાહોદ સ્માર્ટ સીટી અંતર્ગત પૂર્ણ થયેલા વિકાસલક્ષી કાર્યોનું લોકાર્પણ કરે તેવી સંભાવના છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ  મોદીની દાહોદની સંભવિત મુલાકાતને લઈને જિલ્લા કલેકટરે અધિકારીઓ સાથે એક બેઠક પણ યોજી છે.

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી મહિનાના અંતમાં દાહોદ આવશે તેવી સૂત્રમાંથી માહિતી મળી રહી છે.  મળતી  માહિતી મુજબ, દાહોદના પશ્ચિમ રેલવેના કારખાનામા તૈયાર થયેલ પ્રથમ 9000 H.P. ના ઇલેક્ટ્રિક રેલ્વે એન્જીનનુ લોકાર્પણ કરશે. આ સાથે સ્માર્ટ સીટી અંતર્ગત તૈયાર થયેલા અનેક વિકાસના કામોનું લોકાર્પણ કરશે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ  મોદીના આગમનની તૈયારી શરૂ કરવામાં આવી રહી છે.  કલેકટર યોગેશ નિરગુડેના અધ્યક્ષ સ્થાને રેલવે અને વહીવટીતંત્ર સાથે બેઠક યોજાઈ હતી. જેમાં સ્ટેજ, પાર્કિંગ, પાણી, શૌચાલયની વ્યવસ્થા પર ભાર મૂકવામાં આવ્યો હતો. પોલીસ, ફાયર, આરોગ્યની ટીમોને ઇમરજન્સી માટે ખડેપગે રહેવા સૂચના આપવામાં આવી છે. અધિકારીઓને સંકલન અને સમયસર તૈયારી માટે પણ સૂચના આપી છે.

સુત્રો પાસેથી મળેલી માહિતી મુજબ, મહિનાના અંતમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ  મોદી દાહોદની મુલાકાતે આવવાના છે. દાહોદના પશ્ચિમ રેલવેના કારખાનામા તૈયાર થયેલ પ્રથમ 9000 H.P. ના ઇલેક્ટ્રિક રેલ્વે એન્જીનનુ PM મોદી લોકાર્પણ કરશે. આ સાથે સ્માર્ટ સીટી અંતર્ગત તૈયાર થયેલા અનેક વિકાસના કામોનુ લોકાર્પણ કરવામાં આવશે. વડાપ્રધાનના આગમનની તૈયારી પૂરજોશમાં તૈયારી કરવામાં આવી રહી છે.કલેકટર યોગેશ નિરગુડેના અધ્યક્ષ સ્થાને રેલ્વે તંત્ર અને વહીવટીતંત્ર સાથે બેઠક યોજાઈ હતી. સ્ટેજ, પાર્કિંગ, પાણી, શૌચાલયની વ્યવસ્થા પર ભાર મુકવામાં આવ્યો હતો. આ સાથે  પોલીસ, ફાયર, આરોગ્ય ટીમોને ઇમરજન્સી માટે ખડેપગે રહેવા સૂચના અપાઇ છે. અધિકારીઓને સંકલન અને સમયસર તૈયારી માટે કલેક્ટરે  સુચના આપી છે. કલેકટરે રેલ્વે વર્કશોપની મુલાકાત લઈને એન્જિનનું નિરીક્ષણ કર્યું છે. જિલ્લા વિકાસ અધિકારી, પોલીસ અધિક્ષક સહિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

(10:57 PM IST)