<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 17th May 2025

સરકારી કર્મચારીઓને ૨૫ ટકા મોંઘવારી ભથ્‍થું આપવા આદેશ

મમતા સરકારને સુપ્રીમનો ઝટકો

 

કોલકતા તા.૧૭: સુપ્રીમ કોર્ટે પヘમિ બંગાળ સરકારને ઝટકો આપી રાજ્‍યના સરકારી કર્મચારીઓને ૨૫ ટકા મોંઘવારી ભથ્‍થું (DA) આપવા આદેશ કર્યો છે. ન્‍યાયાધીશ સંજય કરોલ અને સંદીપ મેહતાની બેંચે વચગાળાનો હુકમ જારી કર્યો છે અને બંગાળ સરકારને ત્રણ મહિનાની અંદર ૨૫ ટકા મોંઘવારી ભથ્‍થું આપવાનો નિર્દેશ આપ્‍યો છે. કોર્ટે આ મામલે આગામી સુનાવણી ઓગસ્‍ટમાં હાથ ધરવાનો નિર્ણય લીધો છે.

અગાઉ હાઈકોર્ટે બંગાળ સરકારને આપ્‍યો હતો આવો આદેશ

ઉલ્લેખનીય છે કે, પヘમિ બંગાળના કેટલાક સરકારી કર્મચારીઓએ આ મામલે કોલકાતા હાઈકોર્ટમાં અરજી કરી બાકી રકમ સહિત કેન્‍દ્ર સરકારના કર્મચારીઓ જેટલું ડીએ આપવાની માંગ કરી છે. હાઈકોર્ટે મે-૨૦૨૨માં સુનાવણી હાથ ધરી બંગાળ સરકારને કેન્‍દ્રીય દર જેટલો ડીએ આપવાનો આદેશ કર્યો હતો.

સરકારે હાઈકોર્ટનો આદેશ સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો

પヘમિ બંગાળ સરકારે નવેમ્‍બર-૨૦૨૨માં સુપ્રીમ કોર્ટ માં અરજી કરી કોલકાતા હાઈકોર્ટના આદેશને પડકાર્યો હતો. આ સમયગાળા દરમિયાન રાજ્‍ય સરકારે કેટલીક વખત ડીએ વધારવાની જાહેરાત કરી હતી, પરંતુ જે સમયે ડીએ વધારવાની જાહેરાત કરાઈ, તે વખતે ડીએનો દર કેન્‍દ્રીય દરો સાથે મેળ ખાતો ન હતો. એટલું જ નહીં કેન્‍દ્રીય ડીએ અને રાજ્‍યના ડીએ વચ્‍ચે ૩૭ ટકાનું અંતર પણ છે. કેન્‍દ્ર સરકાર કર્મચારીઓને ૫૫ ટકા ડીએની ચૂકવણી કરે છે.

૨૦૨૫માં ચાર ટકા ડીએ વધારાયું

પヘમિ બંગાળમાં ૨૦૨૪માં ૧૪ ટકા ડીએ હતું. ત્‍યારબાદ પહેલી એપ્રિલ-૨૦૨૫માં ડીએમાં ચાર ટકાનો વધારો કરાયા બાદ વર્તમાન સમયમાં સરકારના કર્મચારીઓને ૧૮ ટકા ડીએ મળે છે, આ કારણે રાજ્‍યના કર્મચારીઓમાં અસંતોષ છે. એપ્રિલમાં વધારા બાદ રાજ્‍યના ૧૦ લાખથી વધુ સરકારી કર્મચારીઓનું કુલ ડીએ ૧૮ ટકાએ પહોંચ્‍યું છે.(૩૮.૮)

 

(9:36 AM IST)