<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 17th May 2025

વડાપ્રધાન મોદી ૨૭મી તારીખે ગુજરાતના પ્રવાસે આવે તેવી શકયતા

દાહોદમાં આવે તેવી શકયતાઃ તેઓ સ્‍માર્ટ સિટી અંતર્ગત દાહોદના નવીન રેલવે વર્કશોપનું લોકાર્પણ કરી શકે છે

દાહોદ તા.૧૭: વડાપ્રધાન નરેન્‍દ્ર મોદી આગામી ટૂંક સમયમાં ગુજરાત આવી શકે છે. જેમાં તેઓ ૨૭ મેના રોજ દાહોદ આવે તેવી શકયતા છે. દાહોદમાં નવીન રેલવે વર્કશોપનું પીએમ મોદી લોકાર્પણ કરે તેવી શકયતા છે. સ્‍માર્ટ સિટી અંતર્ગતનું આ કામનું લોકાર્પણ પીએમ મોદી કરે તેવી શકયતા સેવાઈ રહી છે. જેને લઈને જિલ્લા કલેક્‍ટર દ્વારા આજે મહત્‍વની બેઠક યોજવામાં આવી હતી. સાથે જ કલેક્‍ટર દ્વારા વર્કશોપની પણ મુલાકાત લેવામાં આવી હતી. જેમાં તેમણે આજે ત્‍યાં વર્કશોપનું નિરીક્ષણ કર્યું હતું.

દાહોદના જિલ્લા કલેક્‍ટર યોગેશ નીરગુડે આજે વર્કશોપમાં આવ્‍યા હતા. સાથે જ તેમણે અધિકારીઓ સાથે મીટિંગ પણ કરી હતી અને વર્કશોપનું નિરીક્ષણ કર્યું હતું. જો પીએમ મોદી અહીંયા ૨૭ તારીખે આવ્‍યા તો દાહોદ શહેરના સ્‍માર્ટસિટી અંતર્ગત કામગીરી પૂર્ણ થયેલ કામોનું પણ તેઓ લોકાર્પણ કરી શકે છે.(૩૮.૪)

(9:38 AM IST)