હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
ભારતનું એક અનોખું ગામઃ રહે છે ખાનદાની ચોરઃ ચોરી કરતા પહેલા પૂજા-પાઠ કરેઃ પૂર્વજોના આશીર્વાદ લઈ ધાડ પાડવા નીકળે
ગામની એક ટોળકી પેઢી દર પેઢી ન ફક્ત ચોરી કરે છે, પણ તેને ધાર્મિક અને સાંસ્કળતિક માન્યતા માને છે

ચેન્નાઇ તા.૧૭: ચોરની કહાનીઓ તમે ઘણી સાંભળી હશે, પણ શું તમે કયારેય એવી ટોળકી વિશે સાંભળ્યું છે, જ્યાં આખી ટોળકી નહીં, ચોર જ નહીં પણ ખાનદાની ચોર છે? જો નહીં તો આવો આજે જાણીએ એવા ગામ વિશે જ્યાં ખાલી ચોરોનો રાજ છે.અમે વાત કરી રહ્યા છે તમિલનાડુના શ્રીરંગમ તાલુકાના રામજી નગર ગામની. જ્યાં ચોરી કરવી એક પરંપરા અને વ્યવસાય માનવામાં આવે છે. આ ગામની એક ટોળકી પેઢી દર પેઢી ન ફક્ત ચોરી કરે છે, પણ તેને ધાર્મિક અને સાંસ્કળતિક માન્યતા માને છે.
રામજી નગરની આ ટોળકીની ખાસિયત એ છે કે, તે ચોરીને ખાલી એક ગુન્હો નહીં પણ પૂર્વજો પાસેથી મળેલી પરંપરા માને છે. દાદાએ કર્યું, પિતાએ કર્યુ અને હવે તેમના દીકરા પણ તેને આગળ વધારી રહ્યા છે. જ્યારે આ લોકો ચોરી માટે ગામની બહાર જાય છે. સૌથી પહેલા પૂજા પાઠ અને ઉપવાસ કરે છે.
તેઓ માને છે કે, જો ઈશ્વર ને પૂર્વજ પ્રસન્ન છે, તો ચોરી જરૂરથી સફળ થશે. ત્યાં સુધી કે ચોરી કરવા જતા પહેલા આ લોકો પોતાના પૂર્વજોના આશીર્વાદ લેતા જાય છે. જેવી રીતે કોઈ ખેડૂત પોતાના હળને ખેતરમાં ચલાવતા પહેલા ધરતી માતાને -ાર્થના કરે છે.
આ ટોળકીનું પ્લાનિંગ પણ કોઈ ટ્રેઇન્ડ અપરાધીથી કમ નથી. આ લોકો પહેલા એ વિસ્તારની ટોળકીથી રિસર્ચ અને જાણકારી લેતા હોય છે. જ્યાં ચોરી કરવી છે. આ લોકો મોંઘી કારોને પોતાના ટાર્ગેટ બનાવે છે. જ્યાં પણ કોઈ લક્ઝરી કાર દેખાય, આ ટોળકીના સભ્યો ત્યાં પહોંચી જાય છે. પછી પથ્થર અને ખાસ હથિયારોથી કારની બારી તોડી અંદર રાખેલો કિંમતી સામાન લેપટોપ, રોકડ, મોબાઈલ, ઘડિયાળથી લઈને ફરાર થઈ જતાં હોય છે. આ બધું એટલું ચાલાકીથી કરતા હોય છે કે આજુબાજુના લોકો કંઈ સમજી શકતા નથી.
આ ટોળકીની વધુ એક રસ-દ વાત એ છે કે, તેઓ એકબીજા સાથે કોડવર્ડમાં વાત કરે છે. એટલે કે વાતચીત કોઈ સામાન્ય ભાષામાં નહીં પણ એક ખાસ લેંગ્વેજમાં થાય છે, જેને ગામ બહારના લોકો સમજી શકતા નથી. તેનાથી પોલીસને તેમના નેટવર્કને શોધવામાં ઘણો સમય લાગે છે.
ચોરી બાદ આ લોકો ન ફક્ત ચોરીનો માલ બરાબર વહેંચે છે. પણ દરેક સભ્ય માટે અમુક રકમ અલગ રાખે છે. આ લોકો થોડા રૂપિયા બચાવીને પણ રાખે છે, જેથી પકડાઈ જતાં જામીન માટે કામમાં આવે. જેનાથી જામીન લેતી વખતે તેમને પૈસાની તંગી ન આવે.(૩૮.૨)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
