News of Saturday, 17th May 2025
ટ્રમ્પ હવે રેમિટન્સ પર ૫% ટેક્ષ ઝિંકશેઃ NRIને ફટકો પડશે
H-1B, L-1 જેવા નોન ઇમિગ્રન્ટ્સ વિઝાધારકો, ગ્રીનકાર્ડ ધારકોએ પણ ટેક્સ ભરવો પડશેઃ બિલને ૪ જુલાઈ સુધી કાયદો બનાવવાની તડામાર તૈયારી : રેમિટન્સ ટેક્સની અમેરિકન સરકારની દરખાસ્તથી ભારતીયો માટે વતનમાં પૈસા મોકલવાનું મોંઘુ થશે

વોશીંગ્ટન,તા.૧૭: અમેરિકામાં વસતા ભારતીય સમુદાય માટે વતનમાં પૈસાના મોકલવાનું ૪ જુલાઈ ૨૦૨૫ પછી મોંધુ થાય તેવું એક બિલ ઘડવામાં આવ્યું છે. સત્તાધારી રિપબ્લિકન સાંસદોના આ બિલમાં તમામ નોન સિટિઝનના તમામ ઇન્ટરનેશનલ મની ટ્રાન્સફર પર ૫ ટકા ટેક્સ લાદવાની વિવાદાસ્પદ દરખાસ્ત છે. આ બિલની જોગવાઈ મુજબ H-1B, L-1 જેવા નોન ઇમિગ્રન્ટ્સ વિઝા હોલ્ડર હોય કે ગ્રીનકાર્ડધારકો હોય તમામ નોન યુએસ સિટિઝને વિદેશમાં મની ટ્રાન્સફર પર ૫ ટકાનો ટેક્સ ભરવો પડશે. વેસ્ટર્ન યુનિયન, પેપાલ અથવા તો બેંકો ટ્રાઝેક્શન વખતે જ આ ટેક્સની કપાત કરશે.
આ બિલનું સત્તાવાર નામ ૫ વન બિગ બ્યુટીફુલ બિલ રાખવામાં આવ્યું છે, પરંતુ તેનાથી અમેરિકામાં રહેતા અને ભારતમાં નાણા મોકલતા લાખ્ખો ભારતીયોને ફટકો પડી શકે છે
આ બિલ કાયદો બન્યા પછી જે કોઈ પણ અમેરિકન નાગરિક નથી અને દેશની બહાર પૈસા મોકલે છે, તેમણે ૫ ટકા રેમિટન્સ ટેક્સ ચૂકવવો પડશે. નિયમિતપણે વિદેશમાં પોતાના પરિવારોને પૈસા મોકલે છે, તેવા યુએસમાં રહેલા લોકોને તેની વિશેષ અસર થશે.
યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે જાહેરમાં આ કાયદાને સમર્થન આપી તેને મહાન ગણાવ્યો છે અને રિપબ્લિકનને તેના પસાર થવાની ખાતરી કરવા વિનંતી કરી છે. ૫% રેમિટન્સ ટેક્સનો હેતુ વ્યાપક કરછૂટને થતા નુકસાનને સરભર કરવાનો તથા સરહદ સુરક્ષા પહેલને ટેકો આપવાનો છે.
નવી જોગવાઈનો અર્થ એ થશે કે વતન મોકલવામાં આવતા દરેક ૧ લાખ માટે ૫,૦૦૦ ઈચ્છિત પ્રાપ્તકર્તાઓ સુધી પહોંચે તે પહેલાં IRSને જશે. આ બિલને ઝડપથી કાયદાનું સ્વરૂપ આપવાની તૈયારી ચાલી રહી છે. ૨૬ મે, ૨૦૨૫ના મેમોરિયલ ડે સુધીમાં ગળહમાં બિલ પસાર કરવાનો લક્ષ્યાંક છે. આ પછી તે સેનેટમાં જશે. કાયદા ઘડનારાઓને આશા છે કે ૪ જુલાઈ સુધીમાં પ્રેસિડેન્ટ તેના પર હસ્તાક્ષર કરશે અને કાયદો બનશે. આ પછી ફાઈનાન્શિયલ ઇન્સ્ટીટયૂશન અને મની ટ્રાન્સફર એજન્સીઓ ટ્રાન્ઝેક્શનના દરેક પોઇન્ટસ પર ૫ ટકા ટેક્સ વસૂલી ચાલુ કરશે.(૪૦.૫)
ભારતમાં NRIના નાણાપ્રવાહને અસર થશે
રેમિટન્સ ટેક્સથી NRsની હાલની નાણાકીય વ્યૂહરચનાઓને અસર કરી શકે છે. એનઆરઆઇ વળદ્ધ માતાપિતાને આર્થિક મદદ કરતા હોય, ભાઈ-બહેનના શિક્ષણ માટે ભંડોળ પૂરું પાડી રહ્યા હોય, અથવા ઘરે રિયલ એસ્ટેટમાં રોકાણ કરી રહ્યા હોય, તો પણ હવે તેના પર ટેક્સ લાગશે. આ ટેક્સ પરંપરાગત બેંકો અને NRE/NRO ખાતાઓ સહિત તમામ કાયદેસર માધ્યમો પર લાગુ પડે છે, જેના કારણે નિયમભંગ કર્યા વિના ટેક્સ ટાળવા માટે બહુ ઓછા વિકલ્પો બાકી રહે છે.
ઇન્ડિયન ડાયાસ્પોરા પર વાર્ષિક $૧.૬ અબજના ટેક્સબોજનો અંદાજ
માર્ચમાં આરબીઆઇએ જાહેર કરેલા રેમિટન્સ સર્વે મુજબ ભારતને ૨૦૨૩-૨૪માં ૧૧૮.૭ અબજ ડોલરનું રેમિટન્સ મળ્યું હતું. આમાંથી આશરે ૨૮ ટકા અથવા ૩૨ બિલિયન ડોલર અમેરિકામાંથી આવ્યા હતાં. જો આ બિલ કાયદો બનશે તો હાલના આંકડા મુજબ જ ઇન્ડિયન ડાયારપોરાએ ૧.૮ અબજ ડોલરનો રેમિટન્સ ટેક્સ ભરવો પડશે. ભારતીય વિદેશ મંત્રાલયના જણાવ્યા અનુસાર અમેરિકામાં લગભગ ૪૫ લાખ વિદેશી ભારતીયો છે, જેમાં લગભગ ૩૨ લાખ પીઆઈઓનો સમાવેશ થાય છે.
સત્તાધારી પક્ષના સભ્યો જ બિલનો વિરોધ કર્યો
પ્રેસિડન્ટ ટ્રમ્પના ધ વન બિગ બ્યુટીફુલ બિલ રેમિટન્સ પર ટેક્સ ઉપરાંત અમેરિકાના નાગરિકોને ટેક્સમાં રાહત, સરકારના ખર્ચમાં કપાત અને સીમા સુરક્ષામાં વધારો કરવાની જોગવાઈ છે. જોકે ગળહની હાઉસ કમિટીમાં પણ આ બિલનો ભારે વિરોધ થયો હતો. સત્તાધારી રિપબ્લિકન પાર્ટીના કેટલાંક સભ્યોએ પણ તેનો વિરોધ કર્યો હતો અને પ્રથમ પ્રયાસમાં તેને કમિટીની મંજૂરી મળી ન હતી. કેટલાંક રિપબ્લિકન સભ્યોએ તેનો વિરોધ કરતાં જણાવ્યું હતું કે આ બિલ ફેડરલ બજેટ ખાધ ઘટાડવા માટે પૂરતું નથી.

(10:01 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
