<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 17th May 2025

યુનોએ ૨૦૨૫ માટે ભારતની GDPની વૃદ્ધિનો અંદાજ ઘટાડી ૬.૩% કર્યો

જોકે ભારત વિશ્વના સૌથી ઝડપથી વિકસતા અર્થતંત્રોમાં સ્‍થાન જાળવી રાખશે : ચીનનો આર્થિક વૃદ્ધિદર ઘટી ૪.૬% થવાનો અંદાજ

યુનાઈટેડ નેશન્‍સ,તા.૧૭: યુનાઈટેડે નેશન્‍સે ૨૦૨૫ માટે ભારતની આર્થિક વળદ્ધિદરના અંદાજને ઘટાડી ૬.૩ ટકા કર્યો છે. જીડીપી વળદ્ધિના નજીવા ઘટાડાની શકયતા હોવા થતાં ભારત વિશ્વમાં સૌથી ઝડપથી આર્થિક વળદ્ધિ ધરાવતા અગ્રણી દેશોમાં સામેલ રહેશે. ગ્રાહકોના મજબૂત ખર્ચ અને સરકારના ખર્ચને કારણે વળદ્ધિને ટેકો મળશે.

યુએનએ ગુરુવારે વિશ્વની આર્થિક સ્‍થિતિ અને સંભાવના ૨૦૨૫ નામનો એક રિપોર્ટ જારી કર્યો હતો. યુએનના આર્થિક અને સામાજિક બાબતોના વિભાગ (DESA)ના સિનિયર ઈકોનોમિક એફેર્સ ઓફિસર ઇન્‍ગો પિટર્લેએ જણાવ્‍યું હતું કે ભારત મજબૂત ખાનગી વપરાશ અને જાહેર રોકાણને કારણે સૌથી ઝડપથી વિકસતા મોટા અર્થતંત્રોમાંનું એક છે. ભારતનું અર્થતંત્ર ૨૦૨૫માં ૬.૩ ટકા વળદ્ધિ નોંધાવે તેવી ધારણા છે, જે ૨૦૨૪માં ૭.૧ ટકા હતી.

યુએસ ટેરિફની ભારત પરની અસર અંગે અહેવાલમાં જણાવ્‍યું હતું કે તેનાથી મર્ચેન્‍ડાઈસ નિકાસને અસર થશે. જોકે ફાર્મા, ઈલેક્‍ટ્રોનિક્‍સ, સેમિકન્‍ડક્‍ટર, એનર્જી અને કોપર જેવા ક્ષેત્રોને ટેરિફ માફીને કારણે આર્થિક અસર મર્યાદિત થઈ શકે છે. જોકે આ ટેરિફ માફી કાયમી ન રહેવાની પણ ધારણા છે. ભારતમાં ફુગાવો ૨૦૨૪ના ૪.૯ ટકાથી ઘટીને ૪.૩ ટકા થવાનો અંદાજ છે, જે રિઝર્વ બેન્‍કની ટાર્ગેટ રેન્‍જમાં છે. રિઝર્વ બેન્‍કે ફેબ્રુઆરી ૨૦૨૫થી વ્‍યાજદરમાં ઘટાડો ચાલુ કર્યો છે.

ચીન અંગે રીપોર્ટમાં જણાવ્‍યું હતું કે નબળા કન્‍ઝ્‍યુમર સેન્‍ટિમેન્‍ટ, નિકાસલક્ષી ક્ષેત્રોને વિક્ષેપો અને પ્રોપર્ટી ક્ષેત્રના પડકારને કારણ ચીનનો આર્થિક વળદ્ધિદર ઘટી ૪.૬ ટકા થઈ શકે છે. બ્રાઝિલ, મેક્‍સિકો અને દક્ષિણ આફ્રિકા સહિત બીજા વિકાસશીલ અર્થતંત્રોમાં પણ વળદ્ધિમાં ઘટાડો થવાની ધારણા છે. (૪૦.૪)

યુએસ ટેરિફથી વૈશ્વિક આર્થિક વૃદ્ધિને ફટકો પડવાની ધારણા

અમેરિકામાં ટેરિફમાં વધારો અને ટ્રેડવોરને કારણે ચાલુ વર્ષે અને આગામી વર્ષે વૈશ્વિક ક આર્થિક આર્થિક વળદ્ધિ વળદ્ધિ ધીમી પડશે. વૈશ્વિક આર્થિક વળદ્ધિનો અંદાજ ઘટાડીને ચાલુ વર્ષ માટે ૨.૪% અને આગામી વર્ષ માટે ૨.૫% કરાયો છે, જે જાન્‍યુઆરીના અંદાજ કરતાં ૦.૪% ઓછે. ટ્રેડવોર અને નીતિ વિષયક અનિヘતિતાને કારણે વૈશ્વિક અર્થતંત્રનું ભાવિ અનિヘતિ છે. અમેરિકા દ્વારા ટેરિફમાં વધારાને કારણે વૈશ્વિક સ્‍તરે પણ તેમાં વધારો થયો છે. તેનાથી ઉત્‍પાદન ખર્ચમાં વધારો થવાની, વૈશ્વિલ સપ્‍લાય ચેઇન ખોરવાઈ જવાની અને નાણાકીય અસ્‍થિરતામાં વધારો થવાનું જોખમ છે.

(10:02 AM IST)