<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 17th May 2025

બાબા વેંગાની મોબાઇલ અંગેની ભવિષ્‍યવાણી સાચી પડી રહી છે

બાળકો-વૃદ્ધો બધા તેની ચુંગાલમાં ફસાયા

નવી દિલ્‍હી તા. ૧૭: મોબાઈલ ફોનના એક નાનકડા ડિવાઈસે આખી દુનિયાને પકડમાં લઈ લીધી છે અને હવે એવું લાગે છે કે જાણીતા ભવિષ્‍યવક્‍તા બાબા વેંગાની એક વધુ ભવિષ્‍યવાણી પણ સાચી પડતી જોવા મળી રહી છે. બાબા વેંગાએ વર્ષો પહેલા ચેતવણી આપી હતી કે એક એવું યંત્ર માણસના જીવનનો ભાગ બનશે જે તેના માનસિક અને શારીરિક સ્‍વાસ્‍થ્‍ય પર જોખમી અસર પાડશે. આજે મોબાઈલ ફોનની આ લત અને તેના ગંભીર સાઈડ ઈફેક્‍ટ્‍સ જોઈને તેમની વાતો ચોંકાવનારી લાગે છે.

બાબા વેંગાની ભવિષ્‍યવાણી મુજબ ભવિષ્‍યમાં એક નાનકડું યંત્ર હશે જે માણસોને માનસિક રીતે બીમાર બનાવશે. હાલના સમયમાં મોબાઈલ ફોન અંગે આ ચેતવણી હકીકતમાં ફેરવાતી હોય તેવું જણાય છે. હાલ લોકોમાં - ઊંઘની કમી - ડિજિટલ ડિપ્રેશન અને એન્‍ગ્‍ઝાઈટી - બાળકોનો ગ્રોથ અને સોશિયલ સ્‍કીલ પર અસર - આંખોમાં નબળાઈ - ઈલેક્‍ટ્રોનિક રેડિએશનથી બ્રેઈન હેલ્‍થને જોખમ ઉભા થયા છે.

બાબા વેંગાએ દ્વિતિય વિશ્વ યુદ્ધ, સોવિયેત સંઘના ભાગલા, અમેરિકામાં ૯/૧૧ આતંકી હુમલો, બરાક ઓબામાના રાષ્‍ટ્રપતિ બનવા જેવી ઘટનાઓની સટિક ભવિષ્‍યવાણી કરી હતી. આ કારણે લોકો તેમને ‘‘બાલ્‍કન નાષોદમસ'' તરીકે પણ ઓળખે છે.

(4:20 PM IST)