<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 17th May 2025

ઉત્તરાખંડની સરકારી ઓફિસમાં કર્મચારીઓને બે મુઠ્ઠી ચોખા લાવવાનો અપાયો વિચિત્ર આદેશ

 

ચંપાવત, તા.૧૭: ઉત્તરાખંડના ચંપાવત જિલ્લામાં એક અજીબો ગરીબ કિસ્‍સો પ્રકાશમાં આવ્‍યો છે. લોહાઘાટમાં જાહેર બાંધકામ વિભાગના કાર્યકારી ઇજનેરે એક વિચિત્ર આદેશ જાહેર કર્યો છે. આ આદેશ સોશિયલ મીડિયા પર પણ વાઇરલ થઈ રહ્યો છે. જેમાં કર્મચારીઓને સૂચના આપવામાં આવી છે કે બધા ઘરેથી બે મુઠ્ઠી ચોખા ભગવાનને અર્પણ કરવા લાવવા જણાવ્‍યું હતું. આ સમગ્ર આદેશ એક કર્મચારીની સર્વિસ બુક ખોવાઈ ગઇ હોવાથી આપવામાં આવ્‍યો હતો. આ સમગ્ર ઘટનાની વિગત મુજબ કાર્યકારી ઇજનેર આશુતોષ કુમારે આ આદેશ આપ્‍યો હતો. આમાં, વિભાગમાં કામ કરતા તમામ અધિકારીઓ અને કર્મચારીઓને શનિવારે ઘરેથી ઓફિસ આવતી વખતે બે મુઠ્ઠી ચોખા લાવવાનું કહેવામાં આવ્‍યું છે. આ ચોખા ભગવાનને અર્પણ કરવામાં આવશે. આ આદેશમાં કહેવામાં આવ્‍યું છે કે વિભાગમાં કાર્યરત અધિક સહાયક ઇજનેર જય પ્રકાશની સર્વિસ બુક કબાટમાંથી ખોવાઈ ગઈ હતી. જેના કારણે મુખ્‍ય અધિકારી અને જય પ્રકાશ બંને પરેશાન હતા.

આ સર્વિસ બુક શોધવા માટે કાર્યપાલક ઇજનેરે એક અનોખું સૂચન આપ્‍યું અને કહ્યું કે બધા અધિકારીઓ અને કર્મચારીઓએ પોતાના ઘરેથી બે મુઠ્ઠી ચોખા લાવવા જે ભગવાનને અર્પણ કરવામાં આવશે. આ તમામ અધિકારીઓ અને કર્મચારીઓને શનિવારે બે મુઠ્ઠી ચોખા લાવવાનું કહેવામાં આવ્‍યું હતું. જે મંદિરમાં ચઢાવવાની વ્‍યવસ્‍થા કરવામાં આવશે. આ આદેશ જાહેર થતાં જ તે સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ ગયો, જેના પર લોકોએ વિવિધ ટિપ્‍પણીઓ કરી રહ્યા છે.

(4:20 PM IST)