<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 17th May 2025

PM મેલોનીના સ્‍વાગત માટે ઘૂંટણિયે બેઠા અલ્‍બેનિયન વડાપ્રધાન

તમારૂ દીલ જીતી લેશે PM એડી રામાનો આ અંદાજ : અલ્‍બેનિયામાં યોજાયેલી યુરોપિયન પોલિટિકલ કોમ્‍યુનિટી સમિટમાં વડાપ્રધાન એડી રામાએ ચાલુ વરસાદમાં છત્રી લઈને ૪૦થી વધુ યુરોપિયન નેતાઓનું સ્‍વાગત કર્યું

તિરાના, તા.૧૭: અલ્‍બેનિયાની રાજધાની તિરાનામાં યોજાયેલી યુરોપિયન પોલિટિકલ કોમ્‍યુનિટીની સમિટ(EPCની બેઠક)માં એક ગજબનું દ્રશ્‍ય જોવા મળ્‍યું, જેણે દુનિયામાં બે દેશો વચ્‍ચેના રાજદ્વારી સબંધોને નવી હૂંફ અને રંગો ઉમેર્યા છે. અલ્‍બેનિયન વડા પ્રધાન એડી રામા (AD RAMA)એ ૪૦થી વધુ યુરોપિયન નેતાઓનું એવી રીતે સ્‍વાગત કર્યું કે, આખી દુનિયાની નજર તેમના પર કેન્‍દ્રિત થઈ ગઈ છે. કારણ કે, ચાલુ વરસાદમાં પણ PM રામા પોતે હાથમાં છત્રીને આદર ભાવથી દરેક નેતાનું સ્‍વાગત કરી રહ્યા હતા. જોકે તેમણે ઇટાલીના વડા પ્રધાન જ્‍યોર્જિયા મેલોનીનું ઘૂંટણિયે પડીને સ્‍વાગત કર્યું, એ ઘટના હાલ વિશ્વભરમાં હેડલાઇન્‍સ બની રહી છે.

અલ્‍બેનિયા દેશની રાજધાની તિરાનામાં હાલમાં યુરોપિયન પોલિટિકલ કોમ્‍યુનિટી(EPC)ની બેઠક યોજાઈ રહી છે. જે દરમિયાન અચાનક વરસાદ શરૂ થયો હતો, છતાં પણ PM એડી રામાનો ઉત્‍સાહ બિલકુલ ઓછો થયો નહીં. તેમને હસતા મુખે કહ્યું કે, એવું લાગે છે કે આ એ જ બિન-સ્‍થાનિક વરસાદ છે જે બ્રિટિશ પ્રતિનિધિમંડળ સાથે આવ્‍યો હતો! આ ટિપ્‍પણીથી બધા નેતાઓ હસી પડ્‍યા હતા. PM રામાનો આ આત્‍મવિશ્વાસ અને બુદ્ધિ, તેમની નરમ રાજદ્વારીતા(અન્‍ય દેશો સાથેના સબંધો)ને વધુ મજબૂત બનાવે છે. PMના આ વર્તને સાબિત કર્યું કે,રાજદ્વારી સબંધો હવે ફક્‍ત ભાષણો અને સભાઓ સુધી મર્યાદિત નથી, પરંતુ હૃદયથી હૃદયને જોડવાની કળા પણ છે.

PM એડી રામાએ ઇટાલીના વડા પ્રધાન જ્‍યોર્જિયા મેલોનીનું પણ આ જ અંદાજ સાથે સ્‍વાગત કર્યું હતું. PM મેલોનીના સ્‍વાગત માટે PM રામા રેડ કાર્પેટ પર ઘૂંટણિયે પડ્‍યા હતા. જે બાદ બંને હાથ જોડીને નમસ્‍કારની મુદ્રામાં એક સ્‍મિત સાથે PM મેલોનીનું સ્‍વાગત કરતા જોવા મળ્‍યા હતા. આ પછી બંને PMએ એકબીજાને ગળે લગાવ્‍યા અને ફોટોશૂટ પણ કરાવ્‍યું હતું. વડાપ્રધાન AD રામાની આ શૈલી એવી હતી કે, લોકોએ સોશિયલ મીડિયા પર ખુલીને આ ઘટનાનો વીડિયો સ્‍વીકાર્યો છે. સોશિયલ મીડિયા યુઝર્સ અલ્‍બેનિયન વડા પ્રધાન એડી રામાને આ રીતે સ્‍વાગત કરવા બદલ પ્રશંસા કરતા જોવા મળે છે.

PM રામાના સ્‍વાગતમાં ફક્‍ત સ્‍મિત જ નહીં પણ એક નવીન આ?ર્ય પણ દેખાતું હતું. એક વીડિયો ક્‍લિપમાં દરેક નેતાના બાળપણનો AI-જનરેટેડ ફોટો દર્શાવવામાં આવ્‍યો હતો, જેમાં દરેક કહેતા હતા  આલ્‍બેનિયામાં આપનું સ્‍વાગત છે! આ ભાવનાત્‍મક અને સર્જનાત્‍મક શૈલી માત્ર નેતાઓને જ પસંદ ન આવી પણ તે સમગ્ર વિશ્વમાં વાયરલ થઈ ગઈ છે. PM રામા પોતે યુક્રેનિયન રાષ્‍ટ્રપતિ વોલોડીમીર ઝેલેન્‍સકીને ઓપેરા હાઉસમાં લઈ જતા જોવા મળ્‍યા હતા, જ્‍યાં બેઠક થવાની હતી. ફ્રાન્‍સના રાષ્‍ટ્રપતિ ઇમેન્‍યુઅલ મેક્રોનને ગળે લગાવતી વખતે PMએ કહ્યું, ‘સૂર્ય અહીંનો રાજા છે!' તેમનો આ સંવાદ પણ ચર્ચામાં રહ્યો હતો.

PM એડી રામા તાજેતરમાં ચોથી વખત અલ્‍બેનિયાના વડા પ્રધાન બન્‍યા છે અને તેમણે ૨૦૩૦ સુધીમાં દેશને યુરોપિયન યુનિયન (EU)નો ભાગ રાખવાનું વચન આપ્‍યું છે. ‘EPC સમિટ' આ દિશામાં આગળ વધવાનું એક મજબૂત પગલું છે, તે PM રામાએ કહ્યું હતું, તેમણે એમ પણ કહ્યું કે, ૅઆપણે એક નાનો દેશ હોવા છતાં, આ સમિટનું આયોજન કરવું એ આપણા માટે ખૂબ જ સન્‍માનની વાત છે. EPC બેઠકમાં, EU અને બિન-EU નેતાઓએ યુક્રેન યુદ્ધ, સ્‍થળાંતર નીતિ અને સુરક્ષા જેવા મહત્‍વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા થઈ હતી.

EPC સમિટના બહાને, અલ્‍બેનિયાએ સમગ્ર વિશ્વ સમક્ષ એક નવી, આત્‍મવિશ્વાસપૂર્ણ અને આધુનિક છબી રજૂ કરી છે. વડાપ્રધાન રામાની આ શૈલીએ સ્‍પષ્ટ કર્યું કે, તેઓ માત્ર સ્‍થાનિક રાજકારણમાં જ મજબૂત નથી, પરંતુ તેમણે આંતરરાષ્‍ટ્રીય મંચ પર પણ પોતાને એક કઠોર અને નજીકના નેતા તરીકે સ્‍થાપિત કર્યા છે. તિરાનામાં થયેલી આ ઘટનાએ એ સંદેશ પણ આપ્‍યો કે અલ્‍બેનિયા હવે ફક્‍ત દર્શક નથી રહ્યું પરંતુ યુરોપની ભાવિ નીતિમાં સક્રિય સહભાગી બનવા માંગે છે.(

(3:27 PM IST)