તા. ૧૪ ડિસેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ માગશર વદ – ૧૦ રવિવાર
તુર્કીને ભારત સાથે ‘પંગો'મોંઘો પડ્યો : ૭૭૦૪૦૫૮૫૦૦ રૂપિયાનું થશે નુકસાન
ભારત સાથે પંગો લેવાથી તુર્કીને ભારે નુકસાન થયું છે. અત્યાર સુધીમાં ૨,૦૦૦થી વધુ ટૂરિસ્ટ બુકિંગ રદ થઈ ચૂક્યા છે. ૨૦૨૫ માટે પ્રસ્તાવિત ૫૦ ભારતીય લગ્નોમાંથી ૩૦ લગ્નો જોખમમાં છે. : ભારતીય લગ્નોને તુર્કીની વેડિંગ ટૂરિઝમ ઇન્ડસ્ટ્રીનો જીવ માનવામાં આવતો હતો. ગયા વર્ષે એટલે કે ૨૦૨૪માં જ તુર્કીએ ૫૦ મોટા ભારતીય લગ્નોનું આયોજન કર્યું હતું

નવી દિલ્હી : તા. ૧૭, તુર્કીના પાકિસ્તાન પ્રેમે તેને અત્યાર સુધીનું સૌથી મોટું આર્થિક નુકસાન આપ્યું છે. ભારતની નારાજગીની અસર માત્ર વિદેશ નીતિમાં જ નહીં, પરંતુ તુર્કીની અર્થવ્યવસ્થામાં પણ જોવા મળી છે. ‘બોયકોટ તુર્કી' ઝુંબેશે હવે ત્યાંની ડેસ્ટિનેશન વેડિંગ ઇન્ડસ્ટ્રીને પણ હચમચાવી નાખી છે. તુર્કી દ્વારા પાકિસ્તાનનું ખુલ્લેઆમ સમર્થન કરાયા બાદ ભારતના વેડિંગ પ્લાનર્સ અને પરિવારોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. પરિણામે, ભારતીયોએ તુર્કીમાં લગ્નો કરવાનું બંધ કરી દીધું છે, જેના કારણે તુર્કીને સીધું ૯ કરોડ ડોલર એટલે કે લગભગ ૭૭૦ કરોડ રૂપિયાનું નુકસાન થઈ શકે છે.
ભારતીય લગ્નોને તુર્કીની વેડિંગ ટૂરિઝમ ઇન્ડસ્ટ્રીનો જીવ માનવામાં આવતો હતો. ગયા વર્ષે એટલે કે ૨૦૨૪માં જ તુર્કીએ ૫૦ મોટા ભારતીય લગ્નોનું આયોજન કર્યું હતું, જેમાંથી દરેકનો ખર્ચ સરેરાશ ૩૦ લાખ ડોલર (લગભગ ૨૫ કરોડ રૂપિયા) હતો. કેટલાક લગ્નો તો ૬૬ કરોડ રૂપિયાના બજેટ સુધી પહોંચ્યા હતા. આ લગ્નોમાં ૫૦૦થી વધુ મહેમાનો, બોલિવૂડ સેલિબ્રિટીઝ, મોટા-મોટા ઉદ્યોગપતિઓ સામેલ થયા હતા, જેનાથી લોકલ વેન્ડર્સને તો ફાયદો થયો જ હતો, સાથે જ તુર્કીને એક ગ્લોબલ લક્ઝરી ડેસ્ટિનેશન તરીકે ઓળખ પણ મળી હતી.
ભારત સાથે પંગો લેવાથી તુર્કીને ભારે નુકસાન થયું છે. અત્યાર સુધીમાં ૨,૦૦૦થી વધુ ટૂરિસ્ટ બુકિંગ રદ થઈ ચૂક્યા છે. ૨૦૨૫ માટે પ્રસ્તાવિત ૫૦ ભારતીય લગ્નોમાંથી ૩૦ લગ્નો જોખમમાં છે. એક લગ્નના ૨૫ કરોડ રૂપિયાના હિસાબથી ૭૭૦ કરોડ રૂપિયાનું સીધું નુકસાન થઈ શકે છે. આ લગ્નોથી સ્થાનિક ફૂલોના વેપારીઓ, ઇવેન્ટ મેનેજર્સ, ટ્રાવેલ એજન્સીઓ, હોટેલ ચેઈન અને ડેકોરેટર્સને રોજગારી મળતી હતી. આ ઉપરાંત, આ લગ્નો તુર્કીના લક્ઝરી ટૂરિઝમને એક ઈન્ટરનેશનલ બ્રાન્ડિંગ વેલ્યૂ પણ આપતા હતા.
૨૦૨૪માં તુર્કીની કુલ વેડિંગ ટૂરિઝમ આવક ૩ અરબ ડોલર હતી, જેમાં ભારતીય લગ્નોનો હિસ્સો લગભગ ૩% એટલે કે ૧૪ કરોડ ડોલર (૧,૧૭૦ કરોડ રૂપિયા) હતો. આ ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલા નુકસાન ઉપરાંત, તેની અસર તુર્કીના કુલ ૬૧.૧ અરબ ડોલરના ટૂરિઝમ સેક્ટર પર પણ પડી શકે છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
