<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 17th May 2025

તિરુપતિ બાલાજી મંદિરમાં આઇપીએલના આ માલિકે કર્યુ ૩.૬૩ કરોડ રૂપિયાના સોનાનું દાન

સિઝનમાં લખનૌ સુપર જાયન્‍ટ્‍સ ટીમનું પ્રદર્શન ખૂબ જ ખરાબ રહયું

નવી દિલ્‍હી, તા.૧૭:  આંધ્રપ્રદેશના તિરુપતિ બાલાજી મંદિરમાં આઈપીએલની ટીમ લખનૌ સુપર જાયન્‍ટ્‍સ(LSG)ના માલિક ડૉ. સંજીવ ગોએન્‍કાએ સોનાનું દાન કર્યું છે. જેને લઇને અનેક ચર્ચાઓ શરૂ થઈ છે. આ સિઝનમાં લખનૌ સુપર જાયન્‍ટ્‍સ ટીમનું પ્રદર્શન ખૂબ જ ખરાબ રહ્યું છે. જેમાં ટીમ ૧૧ મેચમાંથી માત્ર ૫ મેચ જીતી શકી છે.જ્‍યારે ૬ મેચમાં તેને હારનો સામનો કરવો પડ્‍યો છે.

જેમાં મળતી માહિતી મુજબ ડૉ. સંજીવ ગોયેન્‍કાએ શુક્રવારે ભગવાન વેંકટેશ્વર મંદિરમાં ૩.૬૩ કરોડ રૂપિયાના સોનાના દાગીનાનું દાન કર્યું. તેમણે ૩.૬૩ કરોડ રૂપિયાના ૫.૨ કિલો હીરા અને રત્‍ન ઝવેરાતનું દાન કર્યું છે. ડૉ.સંજીવ ગોયેન્‍કાએ પરિવાર સાથે આ મંદિરમાં પૂજા કરી અને ભગવાનના ચરણોમાં કરોડો રૂપિયાનું સોનું અર્પણ કર્યું. તેમણે ફોટો સોશિયલ મીડિયા પર પોસ્‍ટ કર્યો છે. એમાં લખ્‍યું, આજે તિરુપતિ દેવસ્‍થાનમમાં દિવ્‍ય દર્શન કરી હું ખરેખર ધન્‍ય થયો.

ઉલ્લેખનીય છે કે ભગવાન વેંકટેશ્વર મંદિર આંધ્રપ્રદેશના તિરુમાલામાં આવેલું છે અને તેને તિરુપતિ બાલાજી મંદિર તરીકે પણ ઓળખવામાં આવે છે. તે ભગવાન વિષ્‍ણુના અવતાર વેંકટેશ્વરને સમર્પિત છે અને ભારતના મુખ્‍ય તીર્થસ્‍થળોમાંનું એક છે. આ મંદિર આંધ્રપ્રદેશના ચિત્તૂર જિલ્લામાં તિરુમાલા પર્વતો પર આવેલું છે.

દર વર્ષે લાખો ભક્‍તો આ મંદિરની મુલાકાત લે છે અને લોકો તેમની શ્રદ્ધા દર્શાવવા માટે મંદિરમાં દાન આપે છે. તિરુપતિ લાડુ પ્રસાદ મંદિરમાં ખૂબ જ પ્રખ્‍યાત છે અને તે ભક્‍તોને આપવામાં આવે છે. આ મંદિરનું સંચાલન આંધ્રપ્રદેશ સરકાર હેઠળના તિરુમાલા તિરુપતિ દેવસ્‍થાનમ દ્વારા કરવામાં આવે છે.

મંદિર મેનેજમેન્‍ટ દ્વારા જાહેર કરાયેલી એક પ્રેસ રિલીઝમાં કહેવામાં આવ્‍યું છે કે, શુક્રવારે તિરુમાલા ખાતે શ્રી વેંકટેશ્વર સ્‍વામીને સોનાના આભૂષણો અર્પણ કરવામાં આવ્‍યા હતા.આ જ્‍વેલરી તિરુમાલા તિરુપતિ દેવસ્‍થાનમ (TTD)ના અધિક કાર્યકારી અધિકારી વેંકૈયા ચૌધરીને તિરુમાલાના રંગનાયકુલા મંડપમ ખાતે સોંપવામાં આવી હતી

(3:37 PM IST)