હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
ભારત અને પાકિસ્તાન સાથે વાતચીત કરી સંકટમાંથી ઉગાર્યું :મને યોગ્ય શ્રેય નહીં અપાય : ટ્રમ્પનો વસવસો
તેમણે કહ્યું કે બંને દેશો વચ્ચે ઘણી નફરત છે અને તણાવ એટલી હદે વધી ગયો છે કે તેનો આગામી તબક્કો 'પરમાણુ' યુદ્ધ હોઈ શકે છે

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું છે કે ભારત અને પાકિસ્તાન સાથે વાતચીત કરીને તેમને સંકટમાંથી ઉગારવા એ મારા માટે એક મોટી સફળતા રહી છે, જેના માટે મને ક્યારેય યોગ્ય શ્રેય આપવામાં આવશે નહીં.
તેમણે કહ્યું કે બંને દેશો વચ્ચે ઘણી નફરત છે અને તણાવ એટલી હદે વધી ગયો છે કે તેનો આગામી તબક્કો 'પરમાણુ' યુદ્ધ હોઈ શકે છે.
'ફોક્સ ન્યૂઝ'ને આપેલા ઇન્ટરવ્યુમાં ટ્રમ્પે કહ્યું કે આ મારા માટે ખૂબ મોટી સફળતા છે. આ બંને દેશો પરમાણુ શક્તિઓ ધરાવે છે અને તેઓ ગુસ્સે હતા. રાષ્ટ્રપતિ ટ્રમ્પની મધ્ય પૂર્વની મુલાકાત પહેલા, જ્યારે તેમને તેમની વિદેશ નીતિની કેટલીક સફળતાઓ વિશે પૂછવામાં આવ્યું, ત્યારે તેમણે સ્વીકાર્યું કે તેમણે ભારત અને પાકિસ્તાનના નેતાઓ સાથે સીધી વાત કરી છે અને તણાવને નિયંત્રિત કરવા માટે યુએસ તરફથી મધ્યસ્થી કરવામાં આવી રહી છે.
તેમણે કહ્યું કે જ્યારે તણાવ વધી રહ્યો હતો, મિસાઇલોનો ઉપયોગ થઈ રહ્યો હતો અને સંઘર્ષ ટક્કર તરફ આગળ વધી રહ્યો હતો, ત્યારે તેમણે દરમિયાનગીરી કરી અને પરિસ્થિતિને વધુ ખરાબ થતી અટકાવી.
ઇન્ટરવ્યુમાં જ્યારે ટ્રમ્પને પૂછવામાં આવ્યું કે શું તેમણે ભારત અને પાકિસ્તાનને ફોન કર્યો છે, ત્યારે તેમણે જવાબ આપ્યો, હા, મેં ફોન કર્યો હતો. જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે શું તેઓ આને સફળતા માને છે, ત્યારે તેમણે 'હા'માં જવાબ આપ્યો.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
