News of Sunday, 18th May 2025
મેક્સીકન નેવીનું જહાજ ન્યુયોર્કના બ્રુકલિન બ્રિજ સાથે ટક્કર થતા અનેક લોકો ઘાયલ
દુર્ઘટના ત્યારે થઈ જ્યારે જહાજ પૂર્વ નદીમાંથી પસાર થઈ રહ્યું હતુઃ કુલ ર૭૭ લોકો જહાજમાં સવાર હતા

નવી દિલ્હીઃ મેક્સિકન નૌકાદળનું એક જહાજ શનિવારે ન્યૂયોર્કના બ્રુકલિન બ્રિજ સાથે અથડાયું હતું. આ અકસ્માતમાં ઘણા લોકો ઘાયલ થયા હોવાની માહિતી બહાર આવી રહી છે. આ દુર્ઘટના ત્યારે થઈ જ્યારે જહાજ પૂર્વ નદીમાંથી પસાર થઈ રહ્યું હતું. આ દરમિયાન જહાજનો ઉપરનો ભાગ પુલ સાથે અથડાયો હતો. આ અકસ્માતમાં અનેક લોકો ઘાયલ થયા હોવાની પણ માહિતી મળી રહી છે. જણાવવામાં આવી રહ્યું છે કે દુર્ઘટના સમયે જહાજમાં 277 લોકો સવાર હતા.
ન્યૂ યોર્ક ફાયર ડિપાર્ટમેન્ટના પ્રેસ ડેસ્કે પુષ્ટિ આપી હતી કે અધિકારીઓ અકસ્માતમાં ઘાયલ થયેલા લોકોના અહેવાલોનો જવાબ આપી રહ્યા છે, પરંતુ કેટલા લોકો ઘાયલ થયા છે અને તેઓ જહાજ પર હતા કે પુલ પર, તે અંગે કોઈ માહિતી આપી નથી.
આ ઘટનાનો એક વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં જોઈ શકાય છે કે જહાજનો ઉપરનો ભાગ, જેના પર મેક્સિકોનો એક વિશાળ, લીલો, સફેદ અને લાલ ઝંડો લહેરાતો હતો, તે બ્રુકલિન બ્રિજ સાથે અથડાઈને નીચે પડે છે અને તેની સામે ઘસાઈ જાય છે. આ પછી જહાજ નદી કિનારે આગળ વધે છે.
(11:12 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
