News of Sunday, 18th May 2025
ઉત્તર પ્રદેશ સરકાર દ્વારા રાજ્યમાં ઇકો-ટુરિઝમ અને પર્યટનને પ્રોત્સાહન આપવા માટે વિસ્ટાડોમ કોચ સેવા પ્રારંભ કયો
શનિવાર અને રવિવારે ચલાવવામાં આવશે: વિસ્ટાડોમ કોચથી 107 કિમી લાંબા જંગલની અંદર મુસાફરી

લખનૌ : ઉત્તર પ્રદેશ સરકારે રાજ્યમાં ઇકો-ટુરિઝમ અને પર્યટનને પ્રોત્સાહન આપવા માટે વિસ્ટાડોમ કોચ સેવા શરૂ કરી છે. જેમાં કટાર્નિયાઘાટ વન્યજીવન અભયારણ્યથી પીલીભીતમાં દૂધવા ટાઇગર રિઝર્વ સુધી રેલ કનેક્ટિવિટી પૂરી પાડવા આવી છે. ઉત્તર પ્રદેશ વિસ્ટાડોમ કોચ ટ્રેન દ્વારા જંગલ સફારીનો અનુભવ આપતું દેશનું પ્રથમ રાજ્ય બન્યું છે.
હાલમાં વિસ્ટાડોમ કોચ સેવા સપ્તાહમાં શનિવાર અને રવિવારે પૂરી પાડવામાં આવશે. પરંતુ તેને દરરોજ શરૂ કરવાની યોજના પર કામ કરવામાં આવી રહ્યું છે. જેથી વર્ષ દરમિયાન વધુ મુલાકાતીઓ માટે સુલભ બની શકે. આ પગલાથી સ્થાનિક રોજગારીની તકો ઉભી થવાની અને પ્રદેશના અર્થતંત્રને વેગ મળવાની અપેક્ષા છે. આ નવી પ્રવાસી ટ્રેનના ખાસ ડિઝાઇન કરેલા કોચ દ્વારા જંગલના મનોહર દૃશ્યો જોવા મળશે. જે મોટી કાચની બારીઓ અને પારદર્શક છતથી સજ્જ છે.
વિસ્ટાડોમ કોચ દ્વારા પ્રવાસીઓ 107 કિમી લાંબા જંગલની અંદર મુસાફરી કરતી વખતે કુદરતી દૃશ્યો, જૈવવિવિધતા અને વન્યજીવનનો નજીકથી અનુભવ કરી શકશે. આ મુસાફરીમાં 4 કલાક અને 25 મિનિટનો સમય લાગે છે. આ સેવા માટે પ્રવાસીઓ પાસેથી પ્રતિ પ્રવાસી માત્ર 275 રૂપિયા વસૂલવામાં આવી રહ્યા છે. આ ફી કટાર્નિયાઘાટથી દુધવા રાષ્ટ્રીય ઉદ્યાન સુધીની છે.
પ્રવાસન નિયામક પ્રખર મિશ્રાએ જણાવ્યું હતું કે રાજ્યના વન વિસ્તારોને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે “” વન ડેસ્ટીનેશન થ્રી ફોરેસ્ટ ” તરીકે પ્રખ્યાત બનાવવાની યોજના છે. હાલમાં દર અઠવાડિયે યુથ ટુરિઝમ ક્લબ હેઠળ સરકારી શાળાના બાળકો માટે ખાસ ક્યુરેટેડ ટુરનું આયોજન કરવામાં આવી રહ્યું છે. વિસ્ટાડોમ કોચ અને પ્રવાસને ડિજિટલી પ્રમોટ કરવા માટે સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર્સ અને ટ્રાવેલ બ્લોગર્સ માટે ફેમ ટૂરનું આયોજન કરવામાં આવી રહ્યું છે. તેમજ લખનૌથી પ્રવાસીઓને કટાર્નિયાઘાટ લાવવા માટે એક પેકેજ તૈયાર કરી રહ્યું છે. સરકાર આ પેકેજ પર સબસિડી આપવાનું વિચારી રહી છે જેથી પ્રવાસીઓ આ સુવિધાનો લાભ લઈ શકે.
(1:37 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
