News of Sunday, 18th May 2025
ભારતમાં આતંકવાદી હુમલાઓના ષડ્યંત્રનો પર્દાફાશ : તેલંગાણામાંથી ISISના બે કાર્યકરોની ધરપકડ
લીસે કાઉન્ટર-ઇન્ટેલિજન્સ ઓપરેશનના ભાગ રૂપે બંનેની ધરપકડ કરી: બંનેએ એક નિર્જન વિસ્તારમાં ટ્રાયલ વિસ્ફોટ પણ કર્યો હતો

તેલંગાણા પોલીસે પ્રતિબંધિત આતંકવાદી સંગઠન ISISના બે કાર્યકરોની ધરપકડ કરી. પોલીસે કાઉન્ટર-ઇન્ટેલિજન્સ ઓપરેશનના ભાગ રૂપે બંનેની ધરપકડ કરી છે. તેમની પર એવો આરોપ છે કે બંને ISIS કાર્યકર્તાઓ મોટા આતંકવાદી હુમલાઓની યોજના બનાવી રહ્યા હતા. આ માટે, બંનેએ એક નિર્જન વિસ્તારમાં ટ્રાયલ વિસ્ફોટ પણ કર્યો હતો.
પોલીસે જણાવ્યું કે ગુપ્ત માહિતીના આધારે કાર્યવાહી કરતી વખતે તેમણે બંનેની ધરપકડ કરી હતી. આરોપીઓની ઓળખ સિરાજ-ઉર-રહેમાન અને સૈયદ સમીર તરીકે થઈ છે. સિરાજની આંધ્રપ્રદેશના વિજયનગર જિલ્લામાંથી ધરપકડ કરવામાં આવી હતી, જ્યારે સમીરની સિકંદરાબાદના ભોઇગુડાથી ધરપકડ કરવામાં આવી હતી. પોલીસનું કહેવું છે કે તાજેતરમાં જ બંનેએ ઓનલાઈન વિસ્ફોટક સામગ્રી ખરીદી હતી. અને તેવોએ વિજયનગરના એક નિર્જન વિસ્તારમાં ટ્રાયલ વિસ્ફોટ પણ કર્યો હતો.
ગુપ્ત માહિતીના આધારે, પોલીસે વિજયનગરમમાં સિરાજના નિવાસસ્થાને દરોડો પાડ્યો, જેના પગલે સમીરની ધરપકડ કરવામાં આવી. આ બંનેએ વિજયનગરમના એક નિર્જન વિસ્તારમાં ટ્રાયલ બ્લાસ્ટ કર્યો હતો અને સંભવિત આતંકવાદી હુમલાઓની યોજના બનાવી રહ્યા હતા. જોકે, હજુ સુધી એ સ્પષ્ટ નથી કે હૈદરાબાદ તેમની યાદીમાં હતું કે નહીં. ધરપકડ બાદ તેને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો.
(6:45 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
