<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 19th May 2025

હૈદરાબાદને ધણધણાવવાનું કાવતરું: 2ની ધરપકડ

સર્ચ દરમિયાન બોમ્‍બ બનાવવાની સામગ્રી મળી

 

 

આંધ્રપ્રદેશ અને તેલંગાણા પોલીસના સંયુક્‍ત ઓપરેશનમાં હૈદરાબાદમાં આતંક મચાવવાનું કાવતરું નિષ્‍ફળ બનાવવામાં આવ્‍યું છે. પોલીસે આ સંબંધમાં બે લોકોની ધરપકડ કરી છે અને તેમના કબજામાંથી વિસ્‍ફોટક સામગ્રી જપ્ત કરી છે.

પોલીસના જણાવ્‍યા અનુસાર, આ કાર્યવાહી ગુપ્ત માહિતીના આધારે કરવામાં આવી હતી. સૌથી પહેલા વિજયનગરમના રહેવાસી ૨૯ વર્ષીય સિરાજ ઉર રહેમાનની અટકાયત કરવામાં આવી હતી. જ્‍યારે પોલીસે રહેમાનના ઠેકાણાની તપાસ કરી, ત્‍યારે તેમને એમોનિયા, સલ્‍ફર અને એલ્‍યુમિનિયમ પાવડર જેવા વિસ્‍ફોટક પદાર્થો મળી આવ્‍યા. આ પદાર્થોનો ઉપયોગ સામાન્‍ય રીતે બોમ્‍બ બનાવવામાં થાય છે.

પોલીસે વધુમાં જણાવ્‍યું હતું કે રહેમાનની પૂછપરછ દરમિયાન મળેલી માહિતીના આધારે, ૨૮ વર્ષીય સૈયદ સમીર નામના અન્‍ય એક વ્‍યક્‍તિની પણ હૈદરાબાદથી અટકાયત કરવામાં આવી હતી. પોલીસનું માનવું છે કે સમીર પણ આ કાવતરામાં સામેલ હતો.

હાલમાં, બંને આરોપીઓને પોલીસ કસ્‍ટડીમાં રાખવામાં આવ્‍યા છે અને તેમની સઘન પૂછપરછ ચાલી રહી છે. પોલીસ ટૂંક સમયમાં બંનેને કોર્ટમાં રજૂ કરશે. આ ઘટના બાદ, પોલીસે સામાન્‍ય લોકોને સહયોગ આપવા અને કોઈપણ શંકાસ્‍પદ ગતિવિધિની તાત્‍કાલિક જાણ કરવા વિનંતી કરી છે.(૩૮.૧૧)

(2:38 PM IST)