તા. ૧૦ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ વદ – ૧૪ ગુરૂવાર
News of Monday, 19th May 2025
ટીમ ઈન્ડિયા એશિયા કપ નહીં રમેઃ BCCIનો મોટો નિર્ણય!
ભારતે પાકિસ્તાનને બતાડયો ડિંગો

નવી દિલ્હી,તા.૧૯: ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ આગામી એશિયા કપને લઈને એક મોટો નિર્ણય લીધો છે. એવા અહેવાલો આવી રહ્યા છે કે BCCI એ આગામી મહિલા (ઇર્મજિંગ મહિલા એશિયા કપ) અને પુરુષોના એશિયા કપમાં રમવાનો ઇનકાર કરી દીધો છે. એનો અર્થ એ થયો કે જો અહેવાલો પર વિશ્વાસ કરવામાં આવે તો, ભારત એશિયા કપમાં ભાગ લેશે નહીં. બીસીસીઆઈએ એશિયન ક્રિકેટ કાઉન્સિલ (એસીસી) ને જાણ કરી છે કે તે જૂનમાં શ્રીલંકામાં યોજાનાર મહિલા ઇર્મજિંગ ટીમ્સ એશિયા કપ અને ૨૦૨૫ ના પુરુષ એશિયા કપમાંથી તેની ટીમોને પાછી ખેંચી રહી છે. તમને જણાવી દઈએ કે હાલમાં ACCના વડા પાકિસ્તાનના મંત્રી મોહસીન નકવી છે.
ધ ઈન્ડિયન એક્સપ્રેસના અહેવાલ મુજબ, ભારત અને પાકિસ્તાન વચ્ચે વધતા તણાવને પગલે આ નિર્ણય લેવામાં આવ્યો છે. ગયા મહિને, જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ, ભારતે ઓપરેશન સિંદૂર હેઠળ પાકિસ્તાનને યોગ્ય જવાબ આપ્યો હતો.(૪૦.૧૬)
(10:36 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
