તા. ૧૦ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ વદ – ૧૪ ગુરૂવાર
News of Monday, 19th May 2025
મુંબઈમાં બોમ્બ ધમાકાની ધમકીથી ખળભળાટ : અજાણ્યા કોલરે ફેલાવી દહેશત, પણ તપાસમાં નીકળી પોકળ!
'મુંબઈ થશે બરબાદ'ની ધમકીએ ઉડાવી પોલીસની ઊંઘ : જેજે માર્ગ પાસે સાંભળેલી વાતચીતનો કર્યો દાવો : આખરે કોલ નીકળ્યો અફવા

મુંબઈ: રવિવારે મોડી રાત્રે એક અજાણ્યા શખ્સે ૧૧૨ નંબર પર ફોન કરીને એવી ધમકી આપી કે જાણે આખું મુંબઈ બોમ્બથી ધણધણી ઉઠશે! તેણે દાવો કર્યો કે કેટલાક શંકાસ્પદ લોકો શહેરમાં ઘૂસી આવ્યા છે અને મુંબઈને બોમ્બથી ઉડાવી દેશે. આ ધમકીએ સમગ્ર શહેરમાં ગભરાટનો માહોલ સર્જી દીધો હતો.
પોતાની ઓળખ 'રાજીવ સિંહ' તરીકે આપનારા આ કોલરે પોલીસને જણાવ્યું કે તેણે જેજે માર્ગ વિસ્તાર પાસે બે લોકોની વાતચીત સાંભળી હતી, જેમાં તેઓ કોઈ મોટા બોમ્બ ધડાકાની યોજના બનાવી રહ્યા હતા અને કેટલાક લોકો આ કામ માટે શહેરમાં આવી પણ ગયા છે. આ ગંભીર ધમકી મળતા જ સુરક્ષા એજન્સીઓ એલર્ટ થઈ ગઈ અને તાત્કાલિક તપાસ શરૂ કરી દેવામાં આવી.
જો કે, પોલીસની પ્રાથમિક તપાસમાં આ કોલ માત્ર એક અફવા સાબિત થયો. કોઈ બોમ્બ કે શંકાસ્પદ વ્યક્તિ મળી આવ્યા નથી. પોલીસે ખોટી માહિતી ફેલાવીને લોકોમાં ડરનો માહોલ ઊભો કરવા બદલ 'રાજીવ સિંહ' નામના આ કોલર વિરુદ્ધ ગુનો નોંધી લીધો છે અને તેની સામે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે. આ ઘટનાએ ફરી એકવાર ખોટા કોલ કરીને ગભરાટ ફેલાવનારા તત્વો સામે કડક કાર્યવાહી કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો છે.
(2:02 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
