News of Monday, 19th May 2025
નીંદર માણી રહેલા યુવકને સાપે ડંખ મારતા મોત થયું
કેમેરામાં કેદ થયો મોતનો લાઈવ વીડિયોઃસીસીટીવી ફૂટેજમાં સ્પષ્ટ દેખાય છે કે એક કાળો ઝેરી સાપ મનોજની ચાદર પર ઘૂસીને ચઢી ગયો અને કરડ્યો

બાગપત, તા.૧૯
ઉત્તર પ્રદેશના બાગપત જિલ્લાના છાપરૌલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક હૃદયદ્રાવક ઘટના પ્રકાશમાં આવી છે.
લુંબ ગામના ટાંડા રામલા રોડ પર સ્થિત એક રેસ્ટોરન્ટમાં ૧૭ વર્ષીય મનોજને સાપે ડંખ માર્યો હતો. આ ઘટના શુક્રવારે મોડી રાત્રે બની હતી, જ્યારે મનોજ કામ પતાવીને ચાદર ઓઢીને રૃમમાં સૂતો હતો. આ ભયાનક દ્રશ્ય રૃમમાં લાગેલા સીસીટીવીમાં કેદ થયું હતું, જે હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યું છે.
સીસીટીવી ફૂટેજમાં સ્પષ્ટ દેખાય છે કે એક કાળો ઝેરી સાપ મનોજની ચાદર પર ઘૂસીને ચઢી ગયો હતો.
મનોજ ગાઢ નિંદ્રામાં હતો અને તેને ખ્યાલ પણ નહોતો કે તેનો જીવ જોખમમાં છે. અચાનક સાપે તેને કરડ્યો, જેનાથી તેની ઊંઘ તૂટી ગઈ અને તે ચીસો પાડતો પલંગ પરથી કૂદી પડ્યો. સાપના ડંખનું આ ભયાનક દ્રશ્ય જોઈને બધા ધ્રુજી ગયા.
સાપ કરડ્યા પછી, મનોજની હાલત ઝડપથી બગડવા લાગી. તેમને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવ્યા, પરંતુ રસ્તામાં જ તેમનું મોત નીપજ્યું. ગામલોકોએ જણાવ્યું કે મનોજ એક મહેનતુ અને સરળ છોકરો હતો, જે એક રેસ્ટોરન્ટમાં કામ કરીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવતો હતો. ચાર ભાઈ-બહેનોમાં સૌથી નાનો મનોજ તેના પરિવારનું ગુજરાન ચલાવતો હતો કારણ કે તેના પિતાનું થોડા વર્ષો પહેલા અવસાન થયું હતું.
(8:07 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
