તા. ૫ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો સુદ – ૧૩ શુક્રવાર
News of Monday, 19th May 2025
સિંગાપોર અને હોંગકોંગમાં કોરોનાના કેસ વધતા ભારત એલર્ટ! દેશમાં માત્ર ૨૫૭ કેસ : સ્થિતિ નિયંત્રણમાં - સરકાર
વિદેશમાં કેસ વધતા આરોગ્ય વિભાગની તાત્કાલિક બેઠક : તમામ કેસ હળવા હોવાથી ગભરાવાની જરૂર નથી

નવી દિલ્હી: સિંગાપોર અને હોંગકોંગમાં કોરોના વાયરસના કેસોમાં વધારો થવાના અહેવાલોને પગલે ભારતના આરોગ્ય સેવા મહાનિર્દેશક (DGHS)એ સોમવારે એક સમીક્ષા બેઠક યોજી હતી.
સરકારે જણાવ્યું કે પ્રાથમિક અહેવાલો સૂચવે છે કે નોંધાયેલા મોટાભાગના કેસો હળવા છે અને તે "અસામાન્ય ગંભીરતા અથવા મૃત્યુદર સાથે સંકળાયેલા નથી" તથા ભારતમાં પણ સ્થિતિ નિયંત્રણમાં છે. સરકારના જણાવ્યા અનુસાર, ભારતમાં હાલમાં કોરોનાના સક્રિય કેસની સંખ્યા માત્ર ૨૫૭ છે. આ તમામ કેસો હળવા છે અને તેમને હોસ્પિટલમાં દાખલ કરવાની જરૂર નથી.
DGHSની આ બેઠકમાં રાષ્ટ્રીય રોગ નિયંત્રણ કેન્દ્ર (NCDC), ઇમરજન્સી મેડિકલ રિલીફ (EMR) વિભાગ, આપત્તિ વ્યવસ્થાપન સેલ, ભારતીય તબીબી સંશોધન પરિષદ (ICMR) અને કેન્દ્ર સરકારની હોસ્પિટલોના અધિકારીઓએ ભાગ લીધો હતો.
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે જણાવ્યું કે તેઓ પરિસ્થિતિ પર ચાંપતી નજર રાખી રહ્યા છે અને યોગ્ય પગલાં લેવા માટે સતર્ક અને સક્રિય છે.
(11:05 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
