હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
ભારતનાં લોકો દવા-દારૂ પાછળ સૌથી વધુ ખર્ચ કરે છે
૨૦૨૪માં ભારતમાં દારૂ -તંબાકુ-સ્વાસ્થય સેવાઓ પરનાં ખર્ચમાં ઝડપથી વધારો જોવા મળ્યો : કપડા-જુતા પરનાં અર્ચમાં ઘટાડો નોંધાવ્યોઃ મનોરંજન-સાંસ્કૃતિક પ્રવૃતિ પાછળના ખર્ચમાં ૪.૧ ટકાનો ઘટાડો : ૨૦૨૩-૨૪માં લોકોનો ખર્ચ ૫.૬ ટકા વધીને ૧૦૪ લાખ કરોડથી વધી ગયો

નવી દિલ્હી તા.૨૧: ભારતમાં નાણાકીય વર્ષ ૨૪ દરમિયાન લોકોએ દારૂ, તમાકુ અને આરોગ્ય સેવાઓ પર સૌથી વધુ ખર્ચ કર્યો. સરકાર દ્વારા જાહેર કરાયેલા ડેટા અનુસાર છેલ્લા ૧૨ વર્ષમાં આ બે શ્રેણીઓમાં ખર્ચમાં સૌથી ઝડપી વળદ્ધિ જોવા મળી છે. ડેટા અનુસાર, નાણાકીય વર્ષ ૨૪ માં ભારતીય પરિવારો દ્વારા દારૂ અને તમાકુ પર ખર્ચમાં ૧૫.૭ ટકાનો વધારો થયો છે. નાણાકીય વર્ષ ૨૦૧૨ પછી આ સૌથી ઝડપી વળદ્ધિ છે, જ્યારે નાણાકીય વર્ષ ૨૩ માં આ વળદ્ધિ માત્ર ૧.૬ ટકા હતી. એવું માનવામાં આવે છે કે કોવિડ રોગચાળા પછી, લોકો સામાન્ય જીવનશૈલી તરફ પાછા ફર્યા છે અને તેના કારણે આ વસ્તુઓ પર ખર્ચમાં ઉછાળો આવ્યો છે.
તેવી જ રીતે, આરોગ્ય સેવાઓ પર ખર્ચમાં પણ જબરદસ્ત વધારો નોંધાયો હતો. નાણાકીય વર્ષ ૨૪ માં આ ખર્ચ ૧૭.૪ ટકા વધ્યો હતો, જ્યારે નાણાકીય વર્ષ ૨૩ માં આ વળદ્ધિ ૭.૨ ટકા હતી. નાણાકીય વર્ષ ૨૦૧૭ થી શરૂ થયેલી આરોગ્ય સેવાઓ પર ખર્ચની નવી શ્રેણીમાં આ અત્યાર સુધીનો સૌથી મોટો વાર્ષિક વધારો છે. આમાં દવાઓ, હોસ્પિટલો અને ડોક્ટરની મુલાકાતોનો સમાવેશ થાય છે.
ભારતમાં નાણાકીય વર્ષ ૨૦૨૩-૨૪ માં લોકોના ખર્ચમાં ૫.૬% નો વધારો થયો અને તે ૧૦૪ લાખ કરોડ રૂપિયાને પાર થયો, જ્યારે કુલ આવક વાર્ષિક ધોરણે ૯% વધીને ૫૪.૬૧ લાખ કરોડ રૂપિયા થઈ, જોકે આ સમયગાળા દરમિયાન પરિવારોની નાણાકીય જવાબદારી (દેવું) પણ ૧૭.૭% વધીને ૧૮.૭૯ કરોડ રૂપિયા થઈ, જ્યારે ભારતીય પરિવારોની ચોખ્ખી બચત પણ ૧૬.૬% વધીને ૧૫.૫૨ લાખ કરોડ રૂપિયા થઈ. આંકડા મંત્રાલય દ્વારા જાહેર કરાયેલા આંકડા અનુસાર, નાણાકીય વર્ષ ૨૦૨૩-૨૪ દરમિયાન, લોકોના ખર્ચમાં દારૂ, તમાકુ અને આરોગ્ય સેવાઓ પર સૌથી વધુ વધારો થયો. આ બંને શ્રેણીઓમાં ખર્ચ છેલ્લા ૧૨ વર્ષમાં સૌથી ઝડપી ગતિએ વધ્યો.
ભારતીય પરિવારોના ઘરેલુ વપરાશ ખર્ચમાં ૨૦૨૩-૨૪ માં ૫.૬% નો વધારો થયો હતો જે ૨૦૨૨-૨૩ માં ૭.૯% નો વધારો થયો હતો.
ડેટા અનુસાર, નાણાકીય વર્ષ ૨૦૨૩-૨૪ માં ભારતીય પરિવારો દ્વારા દારૂ, તમાકુ અને માદક દ્રવ્યોના વપરાશ પર ખર્ચમાં ૧૫.૭% નો વધારો થયો હતો, આ વધારો ૨૦૨૨-૨૩ માં ફક્ત ૧.૬% હતો. તેવી જ રીતે, આરોગ્ય સેવાઓ પરના ખર્ચમાં પણ જબરદસ્ત વધારો નોંધાયો હતો. નાણાકીય વર્ષ ૨૦૨૩-૨૪ માં આ ખર્ચ ૧૭.૪% નો વધારો થયો હતો, જ્યારે ૨૦૨૨-૨૩ માં આ વધારો ૭.૨% હતો. બીજી તરફ, ખોરાક અને બિન-આલ્કોહોલિક પીણાં પરના ખર્ચમાં માત્ર ૦.૫% નો નજીવો વધારો નોંધાયો હતો.
તે જ સમયે, વર્ષ ૨૦૨૩-૨૪ માં કપડાં અને જૂતા પરના ખર્ચમાં ઘટાડો થયો હતો. રેસ્ટોરાં અને હોટલો પર ખર્ચમાં ૧૮.૧% નો વધારો થયો, જોકે આ ૨૦૨૨-૨૩ માં ૬૮.૭% ના ઝડપી વિકાસ કરતા ઘણો ઓછો છે. મનોરંજન અને સાંસ્કળતિક કાર્યક્રમો પર ખર્ચમાં પણ ૪.૧% નો ઘટાડો જોવા મળ્યો. એકંદરે, વાસ્તવિક સમયના ઘરગથ્થુ વપરાશ ખર્ચમાં ૨૦૨૩-૨૪ માં માત્ર ૫.૬% નો વધારો થયો, જે ૨૦૦૨-૨૩ માં ૭.૯% હતો.(૩૮.૧૭)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
