હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
મહત્વના સમાચારો ઊડતી નજરે.... 4:33 PM

વોશીંગ્ટન, તા.૨૧: અમેરિકાએ રશિયા પર નવા પ્રતિબંધોની ચેતવણી આપતા કહ્યું છે કે જો રશિયા-યુક્રેન સંઘર્ષમાં શાંતિ મંત્રણા અટકી જાય તો રશિયા પર નવા પ્રતિબંધો લાદવામાં આવી શકે છે. યુએસ સેક્રેટરી ઓફ સ્ટેટ માર્કો રુબિયોએ મંગળવારે સેનેટ ફોરેન રિલેશન્સ કમિટી સમક્ષ આ નિવેદન આપ્યું હતું.
યુએસ સેક્રેટરી ઓફ સ્ટેટ માર્કો રુબિયોએ મંગળવારે કહ્યું હતું કે જો રશિયા રશિયા-યુક્રેન યુદ્ધમાં ઔપચારિક યુદ્ધવિરામ પ્રસ્તાવ રજૂ નહીં કરે, તો અમેરિકા તેના પર નવા પ્રતિબંધો લાદવાનું વિચારી શકે છે. તેમણે યુએસ સેનેટ ફોરેન અફેર્સ કમિટી સમક્ષ આ નિવેદન આપ્યું હતું.
રુબિયોએ કહ્યું, અમને માહિતી મળી છે કે રશિયા યુદ્ધવિરામ માટે પોતાની શરતો લેખિતમાં આપવાની તૈયારી કરી રહ્યું છે, જેનાથી વધુ વ્યાપક વાટાઘાટો શકય બનશે. અમે તે શરતોની રાહ જોઈ રહ્યા છીએ, ત્યારે જ અમે પુતિનના ઇરાદાઓને વધુ સારી રીતે સમજી શકીશું.
જ્યારે રુબિયોને પૂછવામાં આવ્યું કે જો રશિયા શાંતિ વાટાઘાટોમાં રસ નહીં દાખવે તો શું અમેરિકા નવા પ્રતિબંધો લાદશે, ત્યારે તેમણે કહ્યું, જો એ સ્પષ્ટ થઈ જાય કે રશિયા શાંતિ ઇચ્છતું નથી અને યુદ્ધ ચાલુ રાખવા માંગે છે, તો પ્રતિબંધોનો માર્ગ અપનાવવો પડશે.
જોકે, રુબિયોએ એમ પણ કહ્યું કે યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ આ સમયે કોઈપણ પ્રકારના પ્રતિબંધોની ધમકી આપવા માંગતા નથી, કારણ કે તે ચાલુ રાજદ્વારી પ્રક્રિયાને અસર કરી શકે છે. રુબિયોએ કહ્યું, રાષ્ટ્રપતિ માને છે કે જો હવે પ્રતિબંધોની ધમકી આપવામાં આવે છે, તો રશિયા વાટાઘાટોમાંથી પાછળ હટી શકે છે. રુબિયોએ એમ પણ કહ્યું કે ટ્રમ્પ આ સંઘર્ષને સમાપ્ત કરવા માટે સંપૂર્ણપણે પ્રતિબદ્ધ છે અને બંને પક્ષોને શાંતિપૂર્ણ ઉકેલ તરફ દોરી જવાની ક્ષમતા જાળવી રાખવા માંગે છે.
તેમણે વધુમાં કહ્યું કે ટ્રમ્પ આ સંઘર્ષને સમાપ્ત કરવા માટે સંપૂર્ણપણે પ્રતિબદ્ધ છે અને બંને પક્ષોને શાંતિ તરફ દોરી જવાના પ્રયાસો ચાલુ રાખવા માંગે છે. સોમવારે અગાઉ, રાષ્ટ્રપતિ ટ્રમ્પે ખુલાસો કર્યો હતો કે તેમણે રશિયન પ્રમુખ વ્લાદિમીર પુતિન સાથે બે કલાકની ફોન વાતચીત કરી હતી, જેના પછી રશિયા અને યુક્રેન તાત્કાલિક યુદ્ધવિરામ અને શાંતિ વાટાઘાટો શરૂ કરવા માટે સંમત થયા છે.
તેમણે એમ પણ કહ્યું કે નવા ચૂંટાયેલા પોપ લીઓ XIV ના નેતળત્વ હેઠળ વેટિકન આ વાટાઘાટોનું આયોજન કરવા તૈયાર છે. આ પહેલ એવા સમયે આવી છે જ્યારે ઇસ્તંબુલમાં તાજેતરની શાંતિ વાટાઘાટો નિષ્ફળ ગઈ હતી, જોકે બંને દેશો કેદીઓની અદલાબદલી પર સંમત થયા હતા.
હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
મહત્વના સમાચારો ઊડતી નજરે.... 4:33 PM