હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
મહત્વના સમાચારો ઊડતી નજરે.... 9:30 AM

કેદારનાથઃ તા.ર૧, આપણા દેશની એક એવી જગ્યા જે ન ફક્ત હિમાલયની ઊંચાઈ પર આવેલી છે, પણ શ્રદ્ધા અને આસ્થાનું પણ પ્રતીક છે. અહીં દર વર્ષે લાખો શ્રદ્ધાળુઓ પોતાની મનોકામના લઈને બાબા કેદારનાથ ધામના દર્શન કરવા આવે છે. પણ હાલમાં સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થયો છે, જેને જોઈ લોકોને તો નવાઈ તો લાગી સાથે જ ગુસ્સો પણ આવ્યો. આવો જાણીએ શું છે આ સમગ્ર મામલો.
વીડિયોમાં એક કપલ કેદારનાથ યાત્રા દરમિયાન પસાર થતાં રોડ પર ખુલ્લામાં કિસ કરતા દેખાઈ રહ્યા છે. આ ઘટના ત્યારે સામે આવી જયાં ત્યાંથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ પસાર થતા હતા. લોકો ધાર્મિક યાત્રા કરી રહ્યા હતા. આ દરમિયાન એક યાત્રીએ કપલનો વીડિયો રેકોર્ડ કરી દીધો અને સોશિયલ મીડિયા પર શેર કરી દીધો. ત્યાર બાદ લોકો સુધી આ વીડિયો પહોંચ્યો અને લોકો ગુસ્સે થવા લાગ્યા.
આ વાયરલ વીડિયો જોઈ લોકો ભડકી ગયા છે. સોશિયલ મીડિયા પર યુઝર્સે તેને કેદારનાથ જેવા પવિત્ર સ્થળની બેઈજ્જતી ગણાવી. લોકોએ કહ્યું રહ્યું છે કે જે લોકો આવી રીતે જાહેરમાં અશ્લીલતા ફેલાવે છે, તેમને તીર્થસ્થાનો પર આવવાની પરમિશન ન આપવી જોઈએ. કેટલાય લોકો કહી રહ્યા છે કે, આ પ્રકારના અશોભનીય વ્યવહારથી ધાર્મિક સ્થળની ગરિમા અને ત્યાં જતાં શ્રદ્ધાળુઓની આસ્થાને ઠેસ પહોંચે છે. લોકોએ માંગ કરી કે, આવા લોકો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવી જોઈએ, જે ધાર્મિક સ્થળની ગરિમાને ઠેસ પહોંચાડે છે. તેમનું કહેવું છે કે, તીર્થ સ્થાનો પર આવતા લોકોને પોતાની આસ્થા અને ભાવનાઓનું સન્માન કરવું જોઈએ. નહીં કે મુશ્કેલીઓ ઊભી કરવી જોઈએ. હવે જોવાનું એ રહેશે કે આ વીડિયોની તપાસ બાદ શું કાર્યવાહી કરવામાં આવે છે. લોકોની માંગ છે કે દોષિતો પર કડક કાર્યવાહી થવી જોઈએ. જેથી ભવિષ્યમાં આવી દ્યટના ન થાય.
હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
મહત્વના સમાચારો ઊડતી નજરે.... 9:30 AM