News of Wednesday, 21st May 2025
સંવેદનશીલ માહિતી પાકિસ્તાનને આપનારી ભારતીય જાસૂસ જ્યોતિ મલ્હોત્રાને લઈને ચોંકાવનારા ખુલાસા
ઓપરેશન સિંદૂર વખતે પાકિસ્તાની અધિકારી અને પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી ISI ના એજન્ટના સંપર્કમાં હતી

હરિયાણાના હિસારથી ધરપકડ કરાયેલી યુટ્યુબર જ્યોતિ મલ્હોત્રા વિશે એક મોટો ખુલાસો થયો છે. તપાસ એજન્સીઓને શંકા છે કે જ્યોતિ પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી ISI માટે કામ કરતી હતી અને ભારતમાં હાજર ગુપ્તચર એજન્ટોની ઓળખ છતી કરવાનો પ્રયાસ કરી રહી હતી
પૂછપરછમાં જ્યોતિએ પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી આઈએસઆઈ વતી કામ કરી રહી હોવાની કબૂલાત કરી છે. ભારતના અનેક જાણીતા સ્થળોની મુલાકાત લીધા બાદ તે પાકિસ્તાન ગઈ હતી
જ્યોતિ પર એવો પણ ખુલાસો થયો છે કે ઓપરેશન સિંદૂર વખતે પાકિસ્તાની અધિકારીના સંપર્કમાં હતી. જ્યોતિ મલ્હોત્રા જાસૂસી કેસમાં તાજેતરના ખુલાસામાં, હરિયાણા સ્થિત યુટ્યુબરે કથિત રીતે પાકિસ્તાન સાથે માહિતી શેર કરી હતી, જેમાં ઓપરેશન સિંદૂર દરમિયાન બ્લેકઆઉટની વિગતોનો સમાવેશ થાય છે, અહેવાલ મુજબ, મલ્હોત્રા પાકિસ્તાનની ઇન્ટર-સર્વિસિસ ઇન્ટેલિજન્સ (ISI) ના એક એજન્ટના સંપર્કમાં હતો.
જ્યોતિ અને પાકિસ્તાની ગુપ્તચર અધિકારી અલી હસન વચ્ચેની વોટ્સએપ ચેટિંગ દ્વારા આ મોટા ષડયંત્રનો ખુલાસો થયો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, બંને વચ્ચે કોડ વર્ડ્સમાં સતત વાતચીત થતી હતી. જયોતિએ એવું પણ કહ્યું હોવાનું ચર્ચાય છે કે તેણે પાકિસ્તાનમાં લગ્ન કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી.
જ્યોતિએ પાકિસ્તાની ગુપ્તચર એજન્સીના એજન્ટ સાથે ખૂબ અંતરંગ સંબંધો બનાવ્યાં હતા એટલું જ નહીં પરંતુ તેઓ બન્ને ઈન્ડોનેશિયાના બાલી ટાપુ પર એક અઠવાડિયું રોકાયાં હતા. જ્યોતિ મલ્હોત્રાની પાકિસ્તાનના લોકો સાથેની નિકટતા એટલી હતી કે તેમને પાકિસ્તાનના રાષ્ટ્રીય દિવસ પર પાકિસ્તાન હાઇ કમિશનમાં આમંત્રણ આપવામાં આવ્યું હતું. તેણીએ તેની યુટ્યુબ ચેનલ પર આનો એક વિડીયો પણ પોસ્ટ કર્યો, જેમાં તે પાકિસ્તાન હાઈ કમિશનના અધિકારીઓ અને તેમના પરિવારના સભ્યો સાથે ખૂબ જ મૈત્રીપૂર્ણ વાતચીત કરતી જોવા મળે છે.
જ્યોતિ માર્ચમાં પાકિસ્તાન ગઈ હતી અને પહેલગામ આતંકવાદી હુમલો એપ્રિલમાં જ થયો હતો. જ્યોતિ ડિસેમ્બર-જાન્યુઆરીમાં પહેલગામ ગઈ હતી. પછી માર્ચમાં પાકિસ્તાન. આવી સ્થિતિમાં, કેટલાક લોકો તેનું પહેલગામ હત્યાકાંડ સાથે જોડાણ પણ શોધી રહ્યા છે. જોકે, અત્યાર સુધી તપાસ એજન્સીઓએ આવું કંઈ કહ્યું નથી. આ અંગે વધુ માહિતી જાહેર કરવામાં આવી નથી
ભારત પરત ફર્યા પછી, જ્યોતિએ વોટ્સએપ, સ્નેપચેટ, ટેલિગ્રામ અને અન્ય માધ્યમો દ્વારા પાકિસ્તાની ગુપ્તચર એજન્સીઓને ગુપ્ત માહિતી મોકલવાનું શરૂ કર્યું. જોકે, તેણે પાકિસ્તાનને કઈ માહિતી આપી તે જાહેર કરવામાં આવ્યું નથી. પોલીસે જ્યોતિનો મોબાઈલ, લેપટોપ અને તેનો બધો સામાન જપ્ત કર્યો છે અને તેને 5 દિવસના રિમાન્ડ પર મોકલી દીધી છે.
હરિયાણાના હિસારની યુવતી અને યુટ્યૂબ વીડિયો બનાવીને જાણીતી બનેલી જ્યોતિ મલ્હોત્રા નામની યુવતી પાકિસ્તાની જાસૂસી નીકળી છે. પોલીસે ધરપકડ કરીને તેને જેલમાં મોકલી દીધી છે જ્યોતિ પર મોટા ખુલાસા થઈ રહ્યાં છે. જ્યોતિની ધરપકડ થઈ તેના મહિના પહેલાં એક ભારતીય વ્યક્તિએ જ્યોતિની શંકાપસ્દ ગતિવિધિઓ પકડી હતી અને એનઆઈએને જાણ કરી હતી તેમ છતાં કોઈ એક્શન લેવાયું નહોતું. પાકિસ્તાની ગુ્પ્તચર અધિકારીઓ જ્યોતિને એક ઉપયોગી વસ્તુ માનતા હતા અને તે રીતે તેને તાલીમ આપતાં હતા. તે પાકિસ્તાની હાઈ કમિશન સાથે કોન્ટેક્ટમાં હતી. પાકિસ્તાની અધિકારીઓને જ્યોતિ પાસેથી ઘણી આશા હતી. જ્યોતિને લઈને બીજો ખુલાસો એ પણ થયો છે કે જ્યોતિ ભારત પાક તણાવ વચ્ચે પણ પાકિસ્તાની અધિકારી સાથે સંપર્કમાં હતી.
કપિલ જૈન નામના એક X યુઝરે મે 2024 માં રાષ્ટ્રીય તપાસ એજન્સીને તેની પ્રવૃત્તિઓની તપાસ કરવાની ચેતવણી આપી હતી. તેણે કહ્યું કે એનઆઈએ, કૃપા કરીને આ મહિલા પર નજર રાખો.. તે પહેલા પાકિસ્તાની દૂતાવાસમાં ગઈ હતી અને ત્યાં પહોંચી હતી, પછી 10 દિવસ માટે પાકિસ્તાન ગઈ હતી અને હવે તે કાશ્મીર જઈ રહી છે... આ બધા પાછળ કોઈ કડી હોઈ શકે છે," જૈને જ્યોતિ મલ્હોત્રાના યુટ્યુબ પેજનો સ્ક્રીનશોટ શેર કરતા પોસ્ટ કર્યું હતું.
(2:05 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
