હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
સોના-ચાંદીની આયાત પર ભારત સરકારનો 'માસ્ટરસ્ટ્રોક' : દાણચોરોને અટકાવવા અને પારદર્શિતા લાવવા નિયમો વધુ કડક!
જ્વેલર્સ અને રોકાણકારો માટે નવા નિયમો શું સૂચવે છે? DGFT દ્વારા 19 મેના રોજ જારી કરાયેલ નોટિફિકેશનથી બુલિયન બજારમાં હલચલ

નવી દિલ્હી : સોનું, ચાંદી અને પ્લેટિનમ... આ કિંમતી ધાતુઓ માત્ર આભૂષણ જ નહીં, પણ દેશના અર્થતંત્રનો પણ મહત્વનો ભાગ છે. હવે આ ધાતુઓની આયાતને લઈને ભારત સરકારે એક મોટો અને કડક નિર્ણય લીધો છે! વિદેશ વેપાર મહાનિદેશાલય (DGFT) એ 19 મેના રોજ નવા નિયમો નોટિફાય કર્યા છે, જે ફાઇનાન્સ એક્ટ 2025 સાથે સુસંગત છે. આ ફેરફારોનો મુખ્ય હેતુ બુલિયન બજારમાં પારદર્શિતા વધારવાનો, દુરુપયોગ અટકાવવાનો અને દાણચોરી પર લગામ કસવાનો છે.
સોનાની આયાત હવે 'લાલ લાઈટ' પર!
નવા નિયમો મુજબ, 99.5% કે તેથી વધુ શુદ્ધતા ધરાવતા કાચા અને સેમી-મેન્યુફેક્ચર્ડ સોનાને હવે 'પ્રતિબંધિત' (Restricted) આયાત શ્રેણીમાં મૂકી દેવાયું છે. આનો અર્થ એ કે, હવે સોનું આયાત કરવું હોય તો સરકારી મંજૂરી ફરજિયાત છે અને તે માત્ર ભારતીય રિઝર્વ બેંક (RBI) અથવા DGFT દ્વારા નિયુક્ત કરાયેલી ખાસ એજન્સીઓ મારફતે જ થઈ શકશે. આંતરરાષ્ટ્રીય નાણાકીય સેવા કેન્દ્ર સત્તામંડળ (IFSCA) દ્વારા માન્યતા પ્રાપ્ત જ્વેલર્સ પણ આયાત કરી શકશે, પરંતુ તેમણે ફરજિયાતપણે ઇન્ડિયા ઇન્ટરનેશનલ બુલિયન એક્સચેન્જ (IIBX) મારફતે જ આયાત કરવી પડશે.
આ નિર્ણયનો સીધો અર્થ એ છે કે, સોનાની આયાત પર સરકારનું નિયંત્રણ વધુ મજબૂત બનશે, જેનાથી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર રોક લાગી શકે છે. ગોલ્ડ ડોરે (ચાંદી સાથે મિશ્રિત સોનાનું સેમી-શુદ્ધ સ્વરૂપ) હજુ પણ રિફાઇનરીઓ દ્વારા આયાત કરી શકાય છે, પરંતુ તેની શરતો પણ કડક બનાવાઈ છે.
ચાંદી અને પ્લેટિનમ પણ નિયંત્રણના દાયરામાં
માત્ર સોનું જ નહીં, ચાંદી અને પ્લેટિનમ પર પણ નવા નિયમો લાગુ કરાયા છે. 99.9% કે તેથી વધુ શુદ્ધતા ધરાવતી ચાંદીની બાર હવે 'પ્રતિબંધિત' શ્રેણીમાં મુકાઈ ગઈ છે. તેની આયાત પણ RBI દ્વારા સૂચિત બેંકો, DGFT દ્વારા નિયુક્ત એજન્સીઓ અથવા IIBX દ્વારા કાર્યરત IFSCA-યોગ્ય જ્વેલર્સ દ્વારા જ થઈ શકશે. જોકે, સેમી-મેન્યુફેક્ચર્ડ ચાંદીના ઉત્પાદનોને 'મુક્ત' શ્રેણીમાં રાખવામાં આવ્યા છે, પરંતુ તે પણ RBIના નિયમોને આધીન છે.
પ્લેટિનમની વાત કરીએ તો, 99% કે તેથી વધુ શુદ્ધતા ધરાવતું અનગઢ પ્લેટિનમ મુક્તપણે આયાત કરી શકાશે, પરંતુ તેના અન્ય સ્વરૂપોને આયાત કરવા માટે હવે મંજૂરીની જરૂર પડશે.
જ્વેલર્સ અને રોકાણકારો માટે શું બદલાશે?
આ કડક નિયમોથી બુલિયન બજારમાં નોંધપાત્ર ફેરફાર જોવા મળશે. જ્વેલર્સ હવે સીધા ઉચ્ચ શુદ્ધતાવાળી બાર આયાત કરી શકશે નહીં, સિવાય કે તેઓ IFSCA દ્વારા અધિકૃત હોય અને IIBX મારફતે કાર્યરત હોય. આનાથી આયાત પ્રક્રિયા વધુ વ્યવસ્થિત અને ટ્રેસેબલ બનશે. બેંકો અને નિયુક્ત એજન્સીઓની ભૂમિકા વધુ મહત્વની બનશે.
નિષ્ણાતો માને છે કે આ પગલું બુલિયન બજારમાં પારદર્શિતા અને જવાબદારીમાં વધારો કરશે. ગેરકાયદેસર માર્ગોથી થતી આયાત ઘટશે, જેનાથી સરકારને આવકમાં પણ ફાયદો થશે. આ નિયમો લાંબા ગાળે દેશના કિંમતી ધાતુઓના બજારને વધુ સુરક્ષિત અને વિશ્વાસપાત્ર બનાવશે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
