હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
એલઓસીએ શાંતિ સ્થપાઇ પણ જીવન પૂર્વવત થતા સમય લાગશે
પાકિસ્તાની સેના દ્વારા કરારનું પાલન કરાયાનો ઇતિહાસઃ સ્થાનીકોમાં ડરનો માહોલ યથાવત

ᅠ(સુરેશ ડાંગર દ્વારા) જમ્મુ તા.૨૧: એલઓસીએ શાંતિ સ્થપાયાના થોડા દિવસો બાદ ઉતરી કાશ્મીરના સીમાવર્તી વિસ્તારોમાં ગ્રામીણો પોતાના જીવનને ફરી ઘડવા સંઘર્ષ કરી રહ્યા છે. ફાયરીંગ, મીસાઇલ હુમલા અને ઓછી ઊંચાઇએ ઉડતા ડ્રોનની ભયાવહુ યાદો હજી તેમનો પીછો નથી છોડતી.
ઓપરેશન સિંદૂર બાદ સીમા પારથી ફાયરીંગ વચ્ચે ટંગધાર, ટીટવાલ, કરનાહ અને કૈરન જેવા ગામોના અનેક નિવાસીઓ પોતાના ધરો છોડવા મજબૂર બન્યા હતા. કેમ કે પાકિસ્તાનના આતંકી ઠેકાણાઓને ધ્વશં કરવા અહીંથી જ ઓપરેટ કરવામાં આવ્યું હતું
અહીંના અનેક ઘર આંશિક રૂપે અથવા તંબુઓમાં શરણ લેવા મજબૂર બન્યા હતા. અન્ય લોકોએ શાળાએ અને સામુહિક હોસમાં શરણ લીધી છે.
શારીરીક ક્ષતિ છતા આ માનસીક આઘાત છે જેને ઠીક થવામાં લાંબો સાય લાગશે જો કે ૧૨મીએ યુધ્ધવિરામ જાહેર થયું પણ આઘાત હજી તાજા છે. સ્થાનીકોને ડર છે કે શાંતિ અલ્પસમયની હોય શકે છે અને બંન્ને દેશો વાતચિત દ્વારા પ્રદેશમાં શાંતિ સ્થપાય તેવી માંગ કરી રહ્યા છે.(૩૮.૨૯)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
