News of Wednesday, 21st May 2025
પાકિસ્તાનમાં સિંધ પ્રાંતનાગૃહમંત્રીના ઘર પર હુમલોઃ વિરોધીઓએ આગ લગાવી
સિંધ પ્રાંતમાં નહેરના બાંધકામનો વિરોધ પ્રદર્શન કરી રહ્યા હતા

કંરાચી તા.૨૧: પાકિસ્તાનના સિંધ પ્રાંતના ગળહમંત્રીના ઘર પર હુમલો કરવાના સમાચાર સામે આવી રહ્યા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે વિરોધીઓએ માત્ર ગળહમંત્રીના ઘર પર જ હુમલો કર્યો નહીં પરંતુ તેમના ઘરને પણ આગ લગાવી દીધી. વિરોધીઓનો એક વીડિયો સોશિયલ મીડિયા પર પણ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં, વિરોધીઓ ખુલ્લેઆમ ગોળીબાર કરતા જોવા મળી રહ્યા છે. આ વિરોધીઓ નહેરના બાંધકામનો વિરોધ કરી રહ્યા હતા. આ વિરોધ પ્રદર્શન દરમિયાન કેટલાક વિરોધીઓના મોતના સમાચાર બાદ, ત્યાં હાજર લોકો ગુસ્સે ભરાયા. ગળહમંત્રીના ઘરની બહાર પણ પ્રદર્શનકારીઓએ ભારે ગોળીબાર કર્યો અને બાદમાં ઘરને આગ લગાવી દીધી.
નહેર પ્રોજેક્ટ પર વિવાદ શરૂ થયો
એવું કહેવામાં આવી રહ્યું છે કે સિંધ પ્રાંત અને પાકિસ્તાન સરકાર વચ્ચે ચોલિસ્તાન નહેરનો મુદ્દો બંને સરકારો વચ્ચે વિવાદનું કારણ બન્યો છે. પાકિસ્તાનની શાહબાઝ સરકાર ચોલિસ્તાન રણને સિંચાઈ માટે સિંધુ નદી પર અનેક નહેરો બનાવવાની તૈયારી કરી રહી છે. પરંતુ પાકિસ્તાન પીપલ્સ પાર્ટી અને સિંધ પ્રાંતના અન્ય રાજકીય પક્ષો દ્વારા આ યોજનાનો વિરોધ કરવામાં આવી રહ્યો છે.(૨.૨૯)
(3:48 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
