હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
ભાજપ આઈટી સેલના વડા અને અર્ણબ ગોસ્વામી વિરુદ્ધ કોંગ્રેસે FIR નોંધાવી
કોંગ્રેસનો આરોપ છે કે બંનેએ જાણી જોઈને લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી અને કોંગ્રેસ પાર્ટીને બદનામ કરવા માટે ખોટા સમાચાર ફેલાવવાનું કાવતરું ઘડયું હતું, જેમાં કોંગ્રેસને તુર્કી સાથે જોડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો

નવી દિલ્હી, તા.૨૧: ભારતીય યુવા કોંગ્રેસની ફરિયાદ પર, ભારતીય જનતા પાર્ટી આઈટી સેલના વડા અમિત માલવિયા અને રિપબ્લિક ટીવીના મુખ્ય સંપાદક અર્ણબ ગોસ્વામી વિરુદ્ધ ખોટી માહિતી ફેલાવવાના આરોપમાં ગંભીર કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. IYC કાનૂની સેલના વડા શ્રીકાંત સ્વરૂપ બીએનની ફરિયાદ પર હાઇ ગ્રાઉન્ડ્સ પોલીસ સ્ટેશનમાં આ કેસ નોંધવામાં આવ્યો હતો.
યુથ કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા વરુણ પાંડેએ જણાવ્યું હતું કે આ FIR પાર્ટીના ઉચ્ચ નિર્દેશો પર દાખલ કરવામાં આવી છે. તેમાં સંગઠન પ્રભારી કળષ્ણા અલ્લવારુ, પ્રમુખ ઉદય ભાનુ ચિબ અને કાનૂની વિભાગના અધ્યક્ષ રૂપેશ ભદૌરિયાનો સમાવેશ થાય છે. FIR નોંધાયા પછી, ચિબ અને ભદૌરિયાએ કહ્યું, કોંગ્રેસને બદનામ કરવાનો અને દેશની એકતાને નબળી પાડવાનો આ પ્રયાસ લોકશાહી પર સીધો હુમલો છે. યુવા કોંગ્રેસ આના પર ચૂપ રહેશે નહીં.
ભારતીય યુવા કોંગ્રેસે ટ્વિટર પર પણ એક પોસ્ટ શેર કરી છે. આમાં કોંગ્રેસે લખ્યું છે, જૂઠાણા અને નફરત સામે મોટી કાર્યવાહી! કર્ણાટકમાં ભાજપ IT સેલના વડા અમિત માલવિયા અને રિપબ્લિક ટીવીના અર્નબ ગોસ્વામી સામે વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીજીને બદનામ કરવા અને કોંગ્રેસને તુર્કી સાથે જોડવાના ખોટા કાવતરા માટે બિનજામીનપાત્ર કલમો હેઠળ FIR નોંધાઈ છે! FIRમાં, બંને સામે ખોટા સમાચાર ફેલાવવા, નફરત ભડકાવવા અને રાષ્ટ્રીય સુરક્ષાને જોખમમાં મૂકવા જેવા ગંભીર આરોપો મૂકવામાં આવ્યા છે!
FIRમાં, અમિત માલવિયા અને અર્નબ ગોસ્વામી વિરુદ્ધ ભારતીય દંડ સંહિતાની કલમ ૧૯૨ (હુલ્લડો કરવાના ઈરાદાથી ઉશ્કેરણી) અને ૩૫૨ (શાંતિ ભંગ કરવાના ઈરાદાથી ઇરાદાપૂર્વક અપમાન) હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો. યુથ કોંગ્રેસ કહે છે કે આ કાર્યવાહી ખોટા સમાચાર ફેલાવનારાઓ માટે સ્પષ્ટ ચેતવણી છે.
ફરિયાદમાં જણાવાયું છે કે આરોપીઓએ જાણી જોઈને જુઠ્ઠાણું ફેલાવ્યું હતું કે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસનું કાર્યાલય તુર્કીમાં ઇસ્તંબુલ કોંગ્રેસ સેન્ટરમાં છે. આ પગલું માત્ર એક રાજકીય પક્ષને બદનામ કરવા માટે જ નહીં પરંતુ રાષ્ટ્રવાદી લાગણીઓ સાથે રમવા અને જનતાને ગેરમાર્ગે દોરવા માટે પણ કરવામાં આવ્યું હતું. ફરિયાદમાં એ પણ રેખાંકિત કરવામાં આવ્યું છે કે આ કથિત જુઠ્ઠાણું એવા સમયે ફેલાવવામાં આવ્યું હતું જ્યારે તુર્કીના પાકિસ્તાનને કથિત સમર્થનને કારણે ભારત અને તુર્કી વચ્ચેના સંબંધો પહેલાથી જ તણાવપૂર્ણ છે.
દેશમાં તુર્કી ઉત્પાદનો અને પર્યટનનો બહિષ્કાર છે. આવા વાતાવરણમાં આવી માહિતી ફેલાવવી એ જનતાની દેશભક્તિની લાગણીઓ સામે ઉશ્કેરણી કરવા જેવું છે. ફરિયાદ અનુસાર, માલવિયા અને ગોસ્વામી દ્વારા ખોટા પ્રચાર માટે તેમના પ્રભાવનો દુરુપયોગ એ ભારતના લોકશાહી પાયા અને જાહેર સલામતી પર અભૂતપૂર્વ હુમલો છે. આ કળત્ય સૌથી કડક કાનૂની કાર્યવાહીની માંગ કરે છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
