News of Wednesday, 21st May 2025
ટેસ્લાના સીએફઓ મૂળ ભારતીય વૈભવ તનેજાનો પગાર ૧૧૩૯ કરોડ
પગાર મામલે ગૂગલના CEO અને માઇક્રોસોફટના CEO પણ પાછળ છોડયા

નવી દિલ્હી, તા.૨૧: ભારતીયોનો વિશ્વભરના દેશોમાં દબદબો રહ્યો છે. વિશ્વની મોટા ભાગની મોટી કંપનીઓમાં ઉચ્ચ હોદ્દા પર મૂળ ભારતીય લોકો કામ કરી રહ્યાં છે. આ લોકોનો વાર્ષીક પગાર પણ અચંબિત કરી દે એટલો હોય છે. ટેસ્લાના ચીફ ફાઇનાન્શિયલ ઓફિસર પણ મૂળ ભારતીય છે. વૈભવ તનેજા નું નામ પણ આ યાદીમાં આવે છે. વૈભવ તનેજાને ટેસ્લા દ્વારા ૨૦૨૪માં ૧૩૯.૫ મિલિયન ડોલર એટલે કે, ૧૧૩૯ કરોડ રૂપિયાનો પગાર આપવામાં આવ્યો હતો. જો કે, વૈભવ તનેજાનો વાર્ષિક પગાર તો ૪ લાખ ડોલર એટલે કે ૩,૪૨,૩૧,૦૪૨.૪૪ રૂપિયા જેટલો છે.
મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે વૈભવ તનેજાની આવક મુખ્યત્વે સ્ટોક ઓપ્શન્સ અને ઇક્વિટી એવોર્ડ્સ દ્વારા થઈ હતી, જે તેમને તેમના પ્રમોશન પછી મળ્યા હતા. સૌથી મહત્વની વાત એ છે કે, ટેસ્લાના સીએફઓ તરીકે વૈભવ તનેજા એ પગાર મામલે ગૂગલના સીઈઓ સુંદર પિચાઈ અને માઇક્રોસોફ્ટના સીઈઓ સત્ય નડેલા ના ૨૦૨૪ના પગારને પણ પાછળ છોડી દીધો છે. કારણે કે, ૨૦૨૪માં વૈભવ તનેજાએ ૧૧૩૯ કરોડ રૂપિયાનો પગાર લીધો હતો.
પગાર બાબતે સુંદર પિચાઈને ૧૦.૭૩ મિલિયન ડોલર (૯૧,૮૨,૧૭,૬૦૪.૦૦ રૂપિયા)ની કમાણી કરી હતી. જ્યારે સત્ય નડેલાને ૭૯.૧ મિલિયન ડોલર (૬,૭૬,૮૯,૬૬,૬૮૦.૦૦ રૂપિયા)નું વળતર મળ્યું હતું. જેથી વૈભવ તનેજાનો પગાર અત્યાર સુધીના સૌથી વધુ ઘ્જ્બ્ વળતર મેળવતા વ્યક્તિ છે. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે વાત કરવામાં આવે તો, વૈભવ તનેજાને આ સ્ટોક બેસ્ડ વળતર ૨૦૨૩માં CFO બન્યા બાદ આપવામાં આવ્યું હતું. ત્યારે ટેસ્લાનો શેર ૨૫૦ ડોલર આસપાસ હતો. જે ૪ વર્ષના વેસ્ટિંગ સમયગાળા સાથે ફાળવવામાં આવ્યો હતો. ૧૯ મે, ૨૦૨૫ સુધીમાં, ટેસ્લાનો શેર ૩૪૨ ડોલર પર પહોંચી ગયો હતો.
CFO ને મળતા પગારમાં વૈભવ તનેજા સૌથી આગળ આવી ગયાં છે. તેમના વ્યક્તિગત જીવનની વાત કરવામાં આવે તો, મૂળ ભારતીય છે, ૧૯૯૯માં દિલ્હી યુનિવર્સિટીમાંથી કોર્મસનો અભ્યાસ કર્યો હતો. ૨૦૦૦માં ICAIમાંથી ચાર્ટર્ડ એકાઉન્ટન્ટની ડિગ્રી અને પછી ૨૦૦૬માં અમેરિકાથી CPAની ડિગ્રી મેળવી હતી. ત્યાર બાદ તેઓ ૨૦૧૭માં ટેસ્લામાં જોડાયા હતાં. વૈભવ તનેજાએ પહેલા ટેસ્લાની કંપની SolarCityમાંથી કામ શરૂ કર્યું હતું. તેમણે સોલારસિટી અને ટેસ્લાના એકીકરણની જવાબદારી પણ લીધી. અત્યારે વૈભવ તનેજા Tesla India Motors and Energy Pvt Ltdમાં ડાયરેક્ટર પણ છે. એટલું જ નહીં પરંતુ ભારતમાં ટેસ્લાને લાવનવા માટે તેઓ પ્રયત્ન કરી રહ્યાં છે.
(3:52 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
