હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
રાહુલ-સોનિયા સામે કેસ બને છેઃ નેશનલ હેરાલ્ડ થકી ૧૪૨ કરોડની કમાણી કરી છે
ઈડીએ કોર્ટમાં કર્યો સનસનીખેજ દાવો

નવી દિલ્હી, તા.૨૧: નેશનલ હેરાલ્ડ કેસ સાથે જોડાયેલા મની લોન્ડરિંગ કેસની સુનાવણી નવી દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટમાં ચાલી રહી છે. ED એ કોર્ટમાં એક ચોંકાવનારો દાવો કર્યો છે. કોર્ટ સમક્ષ દલીલો રજૂ કરતા કહ્યું કે પ્રથમ દ્રષ્ટિએ સોનિયા ગાંધી, રાહુલ ગાંધી અને અન્ય લોકો સામે મની લોન્ડરિંગનો કેસ બને છે. તેમણે ૧૪૨ કરોડ રૂપિયા કમાયા છે.
ED વતી ASG રાજુએ કોર્ટને જણાવ્યું કે રાહુલ ગાંધી અને સોનિયા ગાંધી સહિત અન્ય લોકો સામે કેસ બને છે. ED એ કોર્ટને જણાવ્યું કે, મિલકતોની જપ્તી નવેમ્બર ૨૦૨૩ માં કરવામાં આવી હતી, ત્યાં સુધી આરોપીઓ ગુનાની આવકનો લાભ લઈ રહ્યા હતા. આ સમય દરમિયાન તેઓએ ૧૪૨ કરોડ રૂપિયાનો ફાયદો ઉઠાવ્યો. ED એ કહ્યું, જ્યારે આરોપીઓએ ગુનામાંથી કમાણી કરી હોય છે, ત્યારે તેમણે મની લોન્ડરિંગ કર્યું છે, પરંતુ તે આવકને તમારી પાસે રાખવી એ પણ મની લોન્ડરિંગ માનવામાં આવે છે. તે ફક્ત પ્રત્યક્ષ જ નહીં પણ પરોક્ષ પણ છે, જે ગુનામાંથી થતી આવકનું સંપાદન છે.
ED એ નેશનલ હેરાલ્ડ કેસ અંગે ચાર્જશીટ દાખલ કરી હતી. હવે આ કેસની સુનાવણી ચાલી રહી છે. ED એ ચાર્જશીટ દાખલ કર્યા પછી, રાઉઝ એવન્યુ કોર્ટે સોનિયા ગાંધી, રાહુલ ગાંધી, સેમ પિત્રોડા અને અન્ય આરોપીઓને નોટિસ ફટકારી હતી. કોર્ટે કહ્યું હતું કે ચાર્જશીટ પર ધ્યાન આપતા પહેલા આરોપીઓનો પક્ષ સાંભળવાનો અધિકાર છીનવી શકાય નહીં.
અભિષેક મનુ સિંઘવીએ કેસની સુનાવણી જુલાઈ સુધી મુલતવી રાખવાની માંગ કરી છે. તેમણે કોર્ટને કહ્યું કે તેમને તાજેતરમાં ચાર્જશીટની નકલ મળી છે, જેને વાંચવામાં સમય લાગશે. ED વતી ASG SV રાજુએ સુનાવણી મુલતવી રાખવાની માંગનો વિરોધ કર્યો અને કહ્યું કે ચાર્જશીટની નકલ છેલ્લી સુનાવણીમાં આપવામાં આવી હતી અને તે પછી આજે સુનાવણી માટે કેસ લિસ્ટ કરવામાં આવ્યો હતો. તે સમયે કોઈ વાંધો ઉઠાવવામાં આવ્યો ન હતો, પરંતુ હવે સુનાવણી મુલતવી રાખવાની માંગ કરવામાં આવી છે. અમે આજે જ સુનાવણી માટે તૈયાર છીએ.
ED એ કોર્ટને જણાવ્યું કે યંગ ઇન્ડિયા કંપની હંમેશા સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીની માલિકીની રહી છે. તેણે દાવો કર્યો હતો કે, યંગ ઇન્ડિયામાં કયારેય કોઈ વ્યવસાયિક પ્રવળત્તિ નહોતી, તેનું કામ ફક્ત સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીને ફાયદો પહોંચાડવાનું હતું. અમે ૨૧ સ્થળોએ દરોડા પાડ્યા, જેમાં લગભગ ૫૧ લાખ રોકડ રકમ મળી આવી અને ઘણા વાંધાજનક પુરાવા પણ મળી આવ્યા.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
