તા. ૨૮ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ ભાદરવા વદ – ૨ સોમવાર
પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીની આજે ૩૪ મી પૂણ્યતિથિ : નરેન્દ્રભાઇ, રાહુલ, ખડગે સહિતના નેતાઓએ શ્રદ્ધાંજલિ અર્પી

નવી દિલ્હી, તા. ર૧ : પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીની આજે ૩૪મી પુણ્યતિથિ છે. આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ X પર પોસ્ટ શેર કરીને શ્રદ્ધાંજલિ આપી હતી. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી અને પાર્ટી અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે દિલ્હીની વીર ભૂમિ પહોંચ્યા હતા અને રાજીવ ગાંધીને શ્રદ્ધાંજલિ આપી હતી.
રાહુલ ગાંધીએ X પર પિતા રાજીવ ગાંધી સાથેની બાળપણની તસવીર શેર કરતા લખ્યુ- પિતા, તમારી યાદો દરેક પગલા પર મારૂ માર્ગદર્શન કરે છે. તમારા અધૂરા સપનાને સાકાર કરવા જ મારો સંકલ્પ છે અને હું તેને પૂર્ણ કરીને જ રહીશ.
પヘમિ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીએ પણ રાજીવ ગાંધીને યાદ કરતાX પર લખ્યુ, ભારતના પૂર્વ વડાપ્રધાન શ્રી રાજીવ ગાંધીજીને તેમની પુણ્યતિથિ પર શ્રદ્ધાથી યાદ કરૂ છું. રાજીવજી એક દૂરદર્શી નેતા અને દેશ માટે પોતાના પ્રાણોની આહુતિ આપનારા સાચા શહીદ હતા.
૨૧ મે ૧૯૯૧માં એક આત્મઘાતી બોમ્બ વિસ્ફોટમાં પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીની હત્યા કરવામાં આવી હતી. રાજીવ ગાંધીએ પોતાના કાર્યકાળમાં શ્રીલંકામાં શાંતિ સેના મોકલી હતી જેનાથી તમિલ વિદ્રોહી સંગઠન લિટ્ટે (લિબરેશન ટાઇગર્સ ઓફ તમિલ ઇલમ) નારાજ હતું. ૧૯૯૧માં જ્યારે લોકસભા ચૂંટણી માટે પ્રચાર કરવા રાજીવ ગાંધી ચેન્નાઇ પાસે આવેલા શ્રીપેરમ્બદૂર ગયા તો ત્યા લિટ્ટેએ રાજીવ ગાંધી પર આત્મઘાતી હુમલો કરાવડાવ્યો હતો.










છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
