<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 21st May 2025

ટ્રમ્‍પની ઐતિહાસિક જાહેરાતઃ અમેરિકાને આપશે ‘મહાકવચ': અંતરિક મિસાઈલ સંરક્ષણ પ્રોજેકટ ‘ગોલ્‍ડન ડોમ'નું એલાન ૧૭૫ અબજ ડોલરનો ખર્ચ કરાશે

હજારો ઉપગ્રહો તૈનાત કરી મિસાઈલ હૂમલાથી દેશનું રક્ષણ કરાશે

વોશિંગ્‍ટન, તા.૨૧: યુએસ રાષ્‍ટ્રપતિ ડોનાલ્‍ડ ટ્રમ્‍પે એક મહત્‍વાકાંક્ષી યોજનાની જાહેરાત કરી, જેને તેમણે ‘ગોલ્‍ડન ડોમ' નામ આપ્‍યું. આ યોજનાનો ધ્‍યેય અમેરિકાને મિસાઇલ હુમલાઓથી બચાવવા માટે એક મજબૂત સુરક્ષા કવચ બનાવવાનો છે. તે કંઈક અંશે ઇઝરાયલે આયર્ન ડોમ નામની વાયુ સંરક્ષણ પ્રણાલી જેવું જ છે. ટ્રમ્‍પે ઓવલ ઓફિસમાં પત્રકારોને જણાવ્‍યું, પૂર્ણ થયા પછી, ગોલ્‍ડન ડોમ વિશ્વના કોઈપણ ખૂણાથી અથવા અવકાશમાંથી છોડવામાં આવતી મિસાઇલોને રોકી શકશે.

આ યોજના હેઠળ, પળથ્‍વીની ભ્રમણકક્ષામાં હજારો નાના ઉપગ્રહો તૈનાત કરવામાં આવશે. ઉપગ્રહોનું આ નેટવર્ક આવનારી મિસાઇલો શોધી શકશે. તે તેમના પર નજર રાખી શકશે અને લોન્‍ચ થયા પછી તરત જ તેનો નાશ કરી શકશે. ટ્રમ્‍પે કહ્યું કે તેમના કાર્યકાળના અંત સુધીમાં આ સિસ્‍ટમ પૂર્ણ કરવાનું લક્ષ્ય છે. આ માટે, આગામી વર્ષના બજેટમાં ૨૫ બિલિયનનો ખર્ચ અને કુલ ૧૭૫ બિલિયનનો ખર્ચ અંદાજવામાં આવ્‍યો છે. ઓવલ ઓફિસમાંથી બોલતા, ટ્રમ્‍પે કહ્યું કે આ સિસ્‍ટમની ડિઝાઇનને અંતિમ સ્‍વરૂપ આપવામાં આવ્‍યું છે અને તેનું નેતળત્‍વ સ્‍પેસ ઓપરેશન્‍સના વાઇસ ચીફ જનરલ માઇકલ ગુએટલિન કરશે.

સેન્‍ટર ફોર સ્‍ટ્રેટેજિક એન્‍ડ ઇન્‍ટરનેશનલ સ્‍ટડીઝના મિસાઇલ ડિફેન્‍સ પ્રોજેક્‍ટના ડિરેક્‍ટર ટોમ કારાકોએ તેને જરૂરી પગલું ગણાવ્‍યું. તેમણે કહ્યું, અવકાશમાં યુદ્ધની શકયતાને ધ્‍યાનમાં રાખીને ગોલ્‍ડન ડોમ અમેરિકાને મજબૂત સુરક્ષા આપી શકે છે. જોકે, યુનિયન ઓફ કન્‍સર્ડ સાયન્‍ટિસ્‍ટ્‍સના ભૌતિકશાષાી લૌરા ગ્રેગોએ ચેતવણી આપી હતી કે આ સિસ્‍ટમ જટિલ અને ખર્ચાળ છે, અને તેને સરળતાથી નિશાન બનાવી શકાય છે.

ગોલ્‍ડન ડોમને નવા પ્રકારના મિસાઇલોનો પણ સામનો કરવો પડશે, જેમ કે હાઇપરસોનિક મિસાઇલો અને ફ્રેક્‍શનલ ઓર્બિટલ બોમ્‍બાર્ડમેન્‍ટ સિસ્‍ટમ્‍સ. ખર્ચ અંગે પણ અનિશ્‍ચિતતા છે. ટ્રમ્‍પે ૧૭૫ બિલિયન ડોલરનો અંદાજ આપ્‍યો હતો, જ્‍યારે કેટલાક નિષ્‍ણાતો કહે છે કે તેનો ખર્ચ ૧૬૧ થી ૫૪૨ બિલિયન ડોલર સુધીનો હોઈ શકે છે અને તેને પૂર્ણ થવામાં દાયકાઓ લાગી શકે છે. ૧૯૮૩માં, તત્‍કાલીન રાષ્‍ટ્રપતિ રોનાલ્‍ડ રીગને પણ આવી જ હવાઈ સંરક્ષણ પ્રણાલીનું સ્‍વપ્ન જોયું હતું, પરંતુ સોવિયેત યુનિયનના પતન પહેલા તે પૂર્ણ થઈ શકયું ન હતું. હાલમાં, અમેરિકા પાસે ટૂંકા અને મધ્‍યમ અંતરની મિસાઇલોને રોકવા માટેની સિસ્‍ટમો છે, પરંતુ લાંબા અંતરની મિસાઇલોને મોટા પાયે રોકવી હજુ પણ એક મોટો પડકાર છે.

(3:54 PM IST)