<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 21st May 2025

ડોનાલ્ડ ટ્રમ્પ સરકારની સેક્રેટરી ક્રિસ્ટી નોએમ ચર્ચામાં : ક્રિસ્ટી નોએમ તેની એક ભૂલને કારણે સોશિયલ મીડિયા સહિત સમગ્ર ઇન્ટરનેટ પર ટ્રેડ થઈ

હેબિયસ કોર્પસ બંધારણીય અધિકાર છે જે હેઠળ રાષ્ટ્રપતિ ગેરકાયદેસર લોકોને આ દેશમાંથી હાંકી કાઢવા સહિત તેમના અધિકારોને સમાપ્ત કરી શકે છે આવું નિવેદન આપ્યું હતું

ન્યુજર્સી તા.૨૧ : ડોનાલ્ડ ટ્રમ્પ રાષ્ટ્રપતિ બન્યા બાદ સતત હેડલાઇન્સમાં રહ્યા છે. જો કે હવે તેમની સરકારની સેક્રેટરી ક્રિસ્ટી નોએમ ચર્ચામાં છે. ક્રિસ્ટી નોએમ હાલમાં તેની એક ભૂલને કારણે સોશિયલ મીડિયા સહિત સમગ્ર ઇન્ટરનેટ પર ટ્રેડ થઈ રહી છે. સેક્રેટરી તરીકે શપથ લીધા પછી તરત જ ક્રિસ્ટી નોએમે અમેરિકામાં રહેતા ગેરકાયદેસર પ્રવાસી હાંકી કાઢવા પર કામ શરૂ કર્યું હતું.

ક્રિસ્ટી નોએમે હેબિયસ કોર્પસની વ્યાખ્યા ખોટી કરી

ટ્રમ્પ સરકારમાં ક્રિસ્ટી નોએમ ગૃહ સુરક્ષા સચિવ છે. અમેરિકાની સીનેટ સમિતિમાં એક હેબિયસ કોર્પસ મામલાની સુનાવણી થઈ હતી. જેમાં ક્રિસ્ટી નોએમે હેબિયસ કોર્પસની વ્યાખ્યા ખોટી કરી હતી. તેણે જણાવ્યું કે હેબિયસ કોર્પસ બંધારણીય અધિકાર છે. જે હેઠળ રાષ્ટ્રપતિ ગેરકાયદેસર લોકોને આ દેશમાંથી હાંકી કાઢવા સહિત તેમના અધિકારોને સમાપ્ત કરી શકે છે.

    “Secretary Noem, what is habeas corpus?”

    “Habeas Corpus is a constitutional right that the President has to remove people from the country” - Kristi Noem

    A complete idiot of a person.

    6th graders know that is not what habeas corpus is.

    pic.twitter.com/E2pFZYMwZh

    — Spencer Hakimian (@SpencerHakimian) May 20, 2025

જો કે સેનેટર હસને તરત જ આ નિવેદનને પડકાર્યું અને નોએમની વ્યાખ્યાને સુધારી. સેનેટર હસને કહ્યું કે હેબિયસ કોર્પસનો ઉદ્દેશ્ય નાગરિકોને ગેરકાયદે ધરપકડથી બચાવવાનો છે. જે યુનાઇટેડ સ્ટેટ્સ જેવા મુક્ત સમાજોને સરમુખત્યારશાહી શાસનથી અલગ પાડે છે. નોએમના હેબિયસ કોર્પસની ખોટી વ્યાખ્યા કરવાને લઈને તેની સોશિયલ મીડિયા પર ભારે ચર્ચા થઈ રહી છે.

(4:13 PM IST)