હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
રાજકોટ-મોરબી હાઈવે પર દિલધડક લૂંટ : ટંકારા નજીક ખજૂરા હોટલ પાસે કથિત GSTના વેપારીને નિશાન બનાવાયો! : લાખો રૂપિયાની લૂંટ!
સમગ્ર જિલ્લામાં નાકાબંધી : પોલીસ તપાસના ચક્રો ગતિમાન : સનસનાટીભરી ઘટનાથી પંથકમાં ખળભળાટ

જયેશ ભટાસણા, ટંકારા : રાજકોટ-મોરબી હાઈવે ફરી એકવાર ક્રાઈમ થ્રિલર જેવી ઘટનાનો સાક્ષી બન્યો છે. આજે સાંજના પાંચેક વાગ્યાના અરસામાં, ટંકારા નજીક આવેલી ખજૂરા હોટલ પાસે લાખો રૂપિયાની દિલધડક લૂંટની ઘટના બનતા સમગ્ર મોરબી જિલ્લામાં સઘન નાકાબંધી કરવામાં આવી છે. આ ઘટનાથી પોલીસ તંત્ર સફાળું જાગ્યું છે અને ગુનેગારોને ઝડપી પાડવા માટે તપાસના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.
GSTના કારોબાર સાથે સંકળાયેલા વેપારીને નિશાન બનાવાયો
ટોચના સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ, આ લૂંટનો ભોગ બનનાર વ્યક્તિ GST (ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ)ના કારોબાર સાથે સંકળાયેલા હોવાનું સામે આવ્યું છે. સુમાહિતગાર વર્તુળો જણાવી રહ્યા છે કે, લૂંટારુઓએ આ આસામીની કારને આંતરીને ઘટનાને અંજામ આપ્યો હતો. જોકે, હજુ સુધી સત્તાવાર રીતે પોલીસ ફરિયાદ નોંધાઈ નથી, પરંતુ ઘટનાની ગંભીરતા જોતા પોલીસ વિભાગ સંપૂર્ણ એલર્ટ મોડ પર છે.
મોરબી જિલ્લામાં સઘન નાકાબંધી, ભયનો માહોલ
લૂંટની આ ઘટના રાજકોટ-મોરબી હાઈવે જેવા વ્યસ્ત માર્ગ પર બની હોવાથી સામાન્ય જનતામાં પણ ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. લૂંટારુઓએ દિવસના અજવાળે આ હિંમતભર્યું કૃત્ય આચર્યું છે, જે કાયદો અને વ્યવસ્થા સામે ગંભીર સવાલો ઊભા કરે છે. મોરબી જિલ્લા પોલીસ દ્વારા તાત્કાલિક અસરથી તમામ મુખ્ય માર્ગો પર નાકાબંધી ગોઠવી દેવામાં આવી છે અને વાહન ચેકિંગ સઘન બનાવવામાં આવ્યું છે. પોલીસની વિવિધ ટીમો લૂંટારુઓને પકડી પાડવા માટે કામે લાગી છે. આ ઘટના સંબંધિત વધુ વિગતો સત્તાવાર ફરિયાદ નોંધાયા બાદ જ સામે આવશે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
