<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 21st May 2025

જાપાને ભારતને આમંત્રણ આપ્યું: અદ્યતન સીકસથ જનરેશન ફાઇટર જેટ પ્રોજેક્ટમાં સહભાગી થવા આહ્વાન

જાપાને ભારતને તેના નેક્સ્ટ-જનરેશન ફાઇટર જેટ પ્રોજેક્ટ, ગ્લોબલ કોમ્બેટ એર પ્રોગ્રામ (જીસીએપી)માં જોડાવા માટે આમંત્રણ આપ્યું છે. આ પ્રોજેક્ટમાં યુનાઇટેડ કિંગડમ અને ઇટાલી પણ સામેલ છે.

આ પગલું ખર્ચનું વિભાજન કરવા અને ભારત સાથે સંરક્ષણ સંબંધોને વધુ મજબૂત કરવાના હેતુથી લેવામાં આવ્યું છે. જાપાનનું માનવું છે કે ભારતની અદ્યતન ટેકનોલોજી અને રક્ષા ઉદ્યોગની ક્ષમતાઓ આ પ્રોજેક્ટને નવી ઊંચાઈઓ પર લઈ જશે.

આ પ્રોજેક્ટ દ્વારા જાપાન, યુકે અને ઇટાલી ૨૦૩૫ સુધીમાં છઠ્ઠી પેઢીનું ફાઇટર જેટ વિકસાવવા માગે છે. ભારતનો સમાવેશ થવાથી ન માત્ર ખર્ચ ઘટશે, પરંતુ ભારતની વૈશ્વિક સ્તરે રક્ષા ટેકનોલોજીની બજારમાં પહોંચ પણ વધશે. ભારતના સંરક્ષણ મંત્રાલયે આ આમંત્રણ પર હકારાત્મક વિચારણા કરવાનું શરૂ કર્યું છે.

 

(8:00 PM IST)