તા. ૧૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧ મંગળવાર
News of Wednesday, 21st May 2025
ઝારખંડના વરિષ્ઠ આઈએએસ અધિકારીની ધરપકડ: એક્સાઇઝ કૌભાંડમાં ફસાયા: રાજ્યના વહીવટી તંત્રમાં ખળભળાટ

ઝારખંડના વરિષ્ઠ આઈએએસ અધિકારી વિનય કુમાર ચૌબેની એક્સાઇઝ કૌભાંડમાં સંડોવણીના આરોપસર ધરપકડ કરવામાં આવી છે. રાજ્યની એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે તેમની વિરુદ્ધ નાણાકીય ગેરરીતિઓ અને દારૂની ગેરકાયદે વેચાણ સંબંધિત પુરાવા મેળવ્યા હોવાનું જણાવ્યું છે.
આ કૌભાંડમાં ચૌબે સહિત અન્ય અધિકારીઓ અને ખાનગી વ્યક્તિઓની પણ સંડોવણી હોવાનું સામે આવ્યું છે. તપાસ એજન્સીઓ આ મામલે વધુ ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે, અને ચૌબેની ધરપકડથી રાજ્યના વહીવટી તંત્રમાં ખળભળાટ મચી ગયો છે.
(8:03 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
