<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 21st May 2025

ચીનનો અમેરિકાને ઇશારો: ‘ગોલ્ડન ડોમ’ મિસાઇલ ડિફેન્સ સિસ્ટમ યોજના થંભાવી દ્યો

ચીને અમેરિકાને તેની અવકાશ આધારિત ‘ગોલ્ડન ડોમ’ મિસાઇલ ડિફેન્સ સિસ્ટમની યોજના રોકવા માટે ચેતવણી આપી છે. ચીનનું માનવું છે કે આ સિસ્ટમ વૈશ્વિક સુરક્ષા સંતુલનને ખોરવી શકે છે અને અવકાશમાં શસ્ત્રોની હરીફાઈ વધારી શકે છે.

અમેરિકાએ આ યોજનાને રાષ્ટ્રીય સુરક્ષા માટે જરૂરી ગણાવી છે, પરંતુ ચીન અને રશિયા જેવા દેશો આનો વિરોધ કરી રહ્યા છે. આ મુદ્દે આંતરરાષ્ટ્રીય સ્તરે ચર્ચાઓ તેજ થઈ છે, અને ભવિષ્યમાં આના ભૌગોલિક-રાજકીય પરિણામો પર નજર રહેશે.

 

(8:13 PM IST)