<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 21st May 2025

જ્યોતિ મલ્હોત્રાના પિતાએ કહ્યું -વકીલ રાખવા માટે પૂરતા પૈસા નથી: સરકાર અમને વકીલની વ્યવસ્થા કરી આપે.

જ્યોતિના પિતાએ કહ્યું, "મને ખબર નથી કે શંકા શું છે. મને તે કહેવામાં આવ્યું નથી. હું સરકારી વકીલ રાખવા માંગુ છું. હું ગરીબ છું. જો સરકાર મને વકીલ આપે,

પાકિસ્તાન માટે જાસૂસી કરવાના આરોપમાં ધરપકડ કરાયેલી જ્યોતિ મલ્હોત્રાના પિતાએ સરકાર પાસે મોટી માંગણી કરી છે. જ્યોતિના પિતાએ સરકાર પાસે માંગ કરતા કહ્યું છે કે સરકાર વકીલ પૂરો પાડે. તેમણે કહ્યું કે પોલીસે જ્યોતિની ડાયરી લઈ લીધી છે. પિતાએ કહ્યું કે તેમને ખબર નથી કે જ્યોતિ તે ડાયરીમાં શું લખતી હતી.

જ્યોતિના પિતા હરીશ મલ્હોત્રાએ જણાવ્યું હતું કે, "પોલીસે શંકાના આધારે જ્યોતિની ધરપકડ કરી છે. તેને કાલે કોર્ટમાં રજૂ કરવામાં આવશે. મારી પાસે વકીલ રાખવા માટે પૂરતા પૈસા નથી. હું સરકારને વિનંતી કરું છું કે અમને વકીલની વ્યવસ્થા કરી આપે." સમાચાર એજન્સી ANI સાથે વાત કરતા, જ્યોતિના પિતાએ કહ્યું, "મને ખબર નથી કે શંકા શું છે. મને તે કહેવામાં આવ્યું નથી. હું સરકારી વકીલ રાખવા માંગુ છું. હું ગરીબ છું. જો સરકાર મને વકીલ આપે, તો હું ખૂબ આભારી રહીશ. પોલીસ પાસે જ્યોતિના બધા ફોન વગેરે છે."

જ્યોતિ ડાયરીમાં શું લખતી હતી તે અંગે હરીશ મલ્હોત્રાએ કહ્યું, "તે એક કાગળમાં દવાઓ લખીને ગઈ હતી. તે મારા મોટા ભાઈ પપ્પુની દવાઓ હતી. પોલીસે એક ડાયરી લઈ ગઈ છે, મને ખબર નથી કે જ્યોતિ તેમાં શું લખી રહી હતી."

વધુમાં જ્યોતિના પિતાએ જ્યોતિ વિશે જણાવતા કહ્યું કે ક્યારેક તે ક્યાંક ગઈ હોય તો એક દિવસ પછી પાછી આવી જતી હતી. અમુક સમયે તે ત્રણ-ચાર દિવસ રહીને પાછી આવતી હતી. જ્યોતિના પિતાએ વધુમાં કહ્યું કે, "દિલ્હી જઈ રહી છું એમ કહીને તે બહાર જતી હતી. મારી પાસે એક નાનો ફોન છે, હું (વીડિયો)  નથી જોતો."

જ્યોતિ પરના આરોપો અંગે તેના પિતાએ કહ્યું, "હવે હું આ વિશે શું કહી શકું?" શું તમે કાલે કોર્ટમાં જશો, આ પ્રશ્નના જવાબમાં તેમણે કહ્યું, હું બીમાર છું. હું તે કરી શકતો નથી. ન તો કોઈ મારો સગો છે, ન તો કોઈ મારો પાડોશી છે. છેલ્લા ત્રણ-ચાર દિવસથી મારી તબિયત ખરાબ છે.

(8:13 PM IST)