<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 21st May 2025

જર્મનીનો મોટો નિર્ણય: ૧ જુલાઈ, ૨૦૨૫થી વિઝા રિમોન્સ્ટ્રેશન પ્રક્રિયા બંધ: વીઝા મેળવવો સરળ બનશે

જર્મનીએ ૧ જુલાઈ, ૨૦૨૫થી વૈશ્વિક સ્તરે, જેમાં ભારતીય અરજદારોનો પણ સમાવેશ થાય છે, વિઝા રિમોન્સ્ટ્રેશન પ્રક્રિયા બંધ કરવાનો નિર્ણય લીધો છે. આ પગલું વિઝા પ્રક્રિયાને વધુ સરળ અને ઝડપી બનાવવા માટે લેવામાં આવ્યું છે.

આ નિર્ણયથી ભારતીય વિદ્યાર્થીઓ, વ્યાવસાયિકો અને પ્રવાસીઓને જર્મનીનો વિઝા મેળવવામાં સરળતા રહેશે. જર્મનીનું આ પગલું વૈશ્વિક પ્રતિભાઓને આકર્ષવા અને આર્થિક સંબંધોને મજબૂત કરવાના હેતુથી લેવાયું હોવાનું માનવામાં આવે છે.


 

(8:16 PM IST)