<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 21st May 2025

પીએમ મોદી કચ્છ, અમદાવાદ અને દાહોદમાં 3300 કરોડના વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત-લોકાર્પણ કરશે : અમદાવાદ- વડોદરામાં રોડ શો

ભુજમાં જાહેરસભા બાદ અમદાવાદ આવી પીએમ મોદી રોડ-શોમાં સામેલ થશે:27 મીએ પ્રધાનમંત્રી ગાંધીનગરમાં મહાત્મા મંદિર જશે: શહેરી વિકાસ વિભાગના કાર્યક્રમામાં સામેલ થઇને 22 હજાર મકાનોની ફાળવણી કરશે

ઓપરેશન સિંદૂર પછી પીએમ મોદી પ્રથમવાર ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે.પીએમ મોદી આગામી 26, 27 મેના રોજ ગુજરાતના જુદા-જુદા શહેરોનો પ્રવાસ કરશે. આ દરમિયાન પીએમ મોદી 3300 કરોડના વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત-લોકાર્પણ કરશે. આ સાથે આગામી 27 મેના રોજ પ્રધાનમંત્રી ગાંધીનગરમાં મહાત્મા મંદિર જશે. આ દરમિયાન શહેરી વિકાસ વિભાગના કાર્યક્રમામાં સામેલ થઇને 22 હજાર મકાનોની ફાળવણી કરશે. આ સાથે અમદાવાદ-ગાંધીનગર રિવરફ્રન્ટ ફેઝ-3નું ખાતમૂહુર્ત કરશે. .

આ ઓપરેશન સિંદૂર પછી પ્રધાનમંત્રીનો પહેલો ગુજરાત પ્રવાસ છે. તા. 26, 27 મેના રોજ ગુજરાતના જુદા-જુદા શહેરોનો પ્રવાસ કશે. જેમાં ખાસ કરીને અમદાવાદ, દાહોદ, ભૂજમાં કાર્યક્રમોમાં હાજરી આપશે. 26મેના રોજ PM મોદી વડોદરા જશે અને અહીં રોડ-શો યોજશે. જે બાદમાં પીએમ મોદી દાહોદની મુલાકાત લેશે. અહીં દાહોદમાં રેલવે વર્કશોપનું લોકાર્પણ કરશે. આ સાથે દાહોદમાં પીએમ મોદી જનસભાને સંબોધન કરવાના છે.

 

ડોદરા અને દાહોદ બાદ પીએમ મોદી કચ્છની મુલાકાતે જશે. અહીં ભૂજમાં PM મોદી જાહેરસભાને સંબોધિત કરશે. આ તરફ કચ્છથી અમદાવાદ આવી પીએમ મોદી રોડ-શોમાં સામેલ થશે. આ સાથે 27 મેના રોજ પ્રધાનમંત્રી ગાંધીનગરમાં મહાત્મા મંદિર જશે. અહીં શહેરી વિકાસ વિભાગના કાર્યક્રમામાં સામેલ થઇને 22 હજાર મકાનોની ફાળવણી કરશે. આ સાથે 3300 કરોડના વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત-લોકાર્પણ કરશે. આ સાથે પીએમ મોદી અમદાવાદ-ગાંધીનગર રિવરફ્રન્ટ ફેઝ-3નું ખાતમૂહુર્ત કરશે.

 

(9:00 PM IST)