હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
રાજકોટ-મોરબી હાઈવે પર ફિલ્મી ઢબે ધાડ : આંગડિયા પેઢીના માલિકની કારને ટક્કર મારી લાખોની લૂંટ! સીસીટીવી ફૂટેજ આવ્યા સામે : જુઓ વિડિયો
ટંકારા નજીક બુધવારે સાંજે દિલધડક ઘટના: સાત ધાડપાડુઓએ આપ્યો અંજામ : બે આરોપીઓ ઝડપાયા હોવાના સંકેત : ભાવનગર કનેક્શન ખુલ્યું!

રાજકોટ, જયેશ પટેલ દ્વારા, ટંકારા 21 મે 2025, બુધવાર: રાજકોટ-મોરબી હાઈવે પર આજે સાંજે પાંચ વાગ્યાના અરસામાં રાજકોટની એક આંગડિયા પેઢીના માલિકની કારનો પીછો કરીને તેને ટક્કર મારીને લાખો રૂપિયાની દિલધડક ધાડ પાડવામાં આવી હોવાનો કિસ્સો સામે આવ્યો છે. આ ઘટનામાં સાત જેટલા આરોપીઓ રોકડ રકમ લઈને ફરાર થયા હતા, જોકે પોલીસે સઘન નાકાબંધી કરીને તેમાંથી બે આરોપીઓને ઝડપી પાડ્યા હોવાના આધારભૂત સૂત્રો દ્વારા અહેવાલ મળી રહ્યા છે.
ટંકારા નજીક ખજૂરા હોટલ પાસે બન્યો બનાવ
ટંકારા નજીક બજ્ઞેલા આ ધાડની ઘટના અંગે ડીવાયએસપી સમીર સારડાએ વિગતો આપતા જણાવ્યું હતું કે, રાજકોટમાં "ટીટેનિયમ એન્ટરપ્રાઈઝ" નામની આંગડિયા પેઢી ચલાવતા નિલેશભાઈ મનસુખભાઈ ભાલોડી બુધવારે ધંધાના કામે લાખો રૂપિયાની રોકડ રકમ લઈને મહિન્દ્રા એસયુવી કારમાં મોરબી તરફ જઈ રહ્યા હતા. ત્યારે ટંકારા નજીક એક પોલો અને એક બલેનો કારના ચાલકે તેમની કારનો પીછો કર્યો હતો. ખજૂરા હોટલ પાસે ધાડપાડુઓએ તેમની કારને પાછળથી જોરદાર ટક્કર મારતા, નિલેશભાઈની કાર ડિવાઈડર કૂદી ગઈ હતી.
બીજી તરફ, બંને કારમાં સવાર સાત જેટલા ધાડપાડુઓએ કારને ટક્કર માર્યા બાદ ધોકા સાથે ગાડી પર ધસી આવી કારના કાચ તોડી નાખ્યા હતા. જોકે, આંગડિયા પેઢીના માલિક નિલેશભાઈ ભાલોડીના ડ્રાઇવરે સમયસૂચકતા વાપરી કારને ખજૂરા હોટલ નજીક વાળી લેતા, ધાડપાડુઓ નીચે ઉતરી આવ્યા હતા. તેમણે કારનો પાછળનો દરવાજો ખોલીને લાખો રૂપિયાની રોકડ રકમ લઈ લીધી હતી અને ઘટનાસ્થળે પોતાની નંબર પ્લેટ વગરની અકસ્માતગ્રસ્ત પોલો કાર છોડી અન્ય બલેનો કારમાં રોકડ લઈને નાસી ગયા હતા.
ધાડપાડુઓ જાણભેદુ હોવાના સંકેતો: રેકી કરીને લૂંટને અંજામ અપાયો
પોલીસ સૂત્રોના મતે, ટંકારા નજીક બજ્ઞેલી આ ધાડની ઘટનામાં જાણભેદુ શખ્સો જ સંડોવાયેલા હોવાના સ્પષ્ટ સંકેતો મળી રહ્યા છે. જે રીતે આંગડિયા પેઢીના માલિકની કારનો પીછો કરવામાં આવ્યો અને જે રીતે સમયસર રોકડ રકમ લૂંટવામાં આવી, તે જોતા લૂંટને અંજામ આપનારા લોકોએ આંગડિયા પેઢીના માલિકની સંપૂર્ણ રેકી કરી હોવાનું સ્પષ્ટ બન્યું છે. ધાડપાડુઓએ ફિલ્મી સ્ટાઈલથી ચાલુ ગાડીએ જ ટક્કર મારીને ફૂલ પ્રૂફ પ્લાન સાથે આ ઘટનાને અંજામ આપ્યો હતો. ધાડપાડુઓ રોકડ રકમ લઈને નાસી ગયા ત્યારે આંગડિયા પેઢીના માલિક અને ડ્રાઇવર પોતાનો જીવ બચાવવા કાર રેઢી મૂકીને દૂર જતા રહ્યા હતા.
પોલીસે બે આરોપીઓને દબોચ્યા: ભાવનગર કનેક્શન ખુલ્યું
ઘટના બાદ તરત જ પોલીસે નાકાબંધી કરી હતી. આધારભૂત સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, આ ધાડની ઘટનાને અંજામ આપનાર સાત આરોપીઓ પૈકી બે આરોપીઓ પોલીસના હાથે ઝડપાઈ ગયા છે. એટલું જ નહીં, તેમની પાસેથી રોકડ રકમ પણ કબજે કરવામાં આવી હોવાના અહેવાલ મળી રહ્યા છે. પકડાયેલા આરોપીઓ પૈકી એક ભાવનગરનો ભરવાડ અને બીજો બ્રાહ્મણ હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે અને અન્ય ફરાર આરોપીઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
