હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
વિશ્વ બજારોના સંકેત વચ્ચે સોનામાં તોફાની તેજી : સોનાના ભાવમાં 1900 રૂપિયાનો જોરદાર ઉછાળો
દિલ્હીમાં સોનાનો ભાવ વધીને 98,450 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર પહોંચી ગયો.

નવી દિલ્હી : વૈશ્વિક અનિશ્ચિતતાને કારણે, સુરક્ષિત રોકાણ તરીકે સોનાની ખરીદીમાં ભારે વધારો થયો છે. બુધવારે દિલ્હી બુલિયન માર્કેટમાં 99.9 ટકા શુદ્ધ સોનાનો ભાવ રૂપિયા 1910 જંગી વધારા સાથે 98,450 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર પહોંચી ગયો.
મંગળવારે 99.9 ટકા શુદ્ધતા ધરાવતું સોનું 490 રૂપિયા ઘટીને રૂપિયા 96,540 પ્રતિ 10 ગ્રામ પર બંધ થયું હતું. આ ઉપરાંત 99.5 ટકા શુદ્ધતા ધરાવતું સોનું પણ આજે 1870 રૂપિયા વધીને રૂપિયા 98,000 પ્રતિ 10 ગ્રામ (બધા કર સહિત) પર બંધ થયું હતું, જે મંગળવારે રૂપિયા 96,130 પ્રતિ 10 ગ્રામ પર બંધ થયું હતું.
અમદાવાદ ખાતે શુદ્ધ સોનુ (99.9)નો 10 ગ્રામદીઠ ભાવ રૂપિયા 1,800 વધી રૂપિયા 98500, અમદાવાદ ખાતે સ્ટાન્ડર્ડ સોનુ (99.5) રૂપિયા 1,800 ઉછળી રૂપિયા 98,200 રહ્યા હતા. જ્યારે અમદાવાદ ખાતે ચાંદીનો કિલો દીઠ ભાવ રૂપિયા 1,500 વધી રૂપિયા 98000 રહ્યા હતા.
વૈશ્વિક સ્તરે સોનાનો ઔંસદીઠ ભાવ 26 ડોલ એટલે કે 0.80 ટકા વધી રૂપિયા 3,308.97 ડોલર રહ્યા હતા. જ્યારે ચાંદીનો ઔંસદીઠ ભાવ 0.31 ડોલ એટલે કે 1.01 ટકા વધી 33.34 ડોલર રહ્યો હતો.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
