News of Thursday, 22nd May 2025
અમેરિકા વચ્ચે ટૂંક સમયમાં વેપાર કરાર ! ભારત ઘરેલુ માલ પર ૨૬: ટેરિફમાંથી સંપૂર્ણ મુક્તિની માંગ કરી શકે છે
ભારત અને અમેરિકા ૮ જુલાઈ પહેલા વચગાળાના વેપાર કરારની જાહેરાત કરી શકે છે

વોશિંગ્ટન તા.૨૨: ભારત અને અમેરિકા ૮ જુલાઈ પહેલા વચગાળાના વેપાર કરારની જાહેરાત કરી શકે છે, જેમાં ભારત તેના ઘરેલુ માલ પર લાદવામાં આવેલા ૨૬ ટકા વધારાના ટેરિફમાંથી સંપૂર્ણ મુક્તિની માંગ કરશે.
માહિતી આપતાં એક સરકારી અધિકારીએ જણાવ્યું હતું કે ભારત અને અમેરિકા ૮ જુલાઈ પહેલા વચગાળાના વેપાર કરારની જાહેરાત કરી શકે છે. ૨ એપ્રિલે, અમેરિકાએ ભારતીય માલ પર વધારાનો ૨૬ ટકા પારસ્પરિક ટેરિફ લાદ્યો હતો, પરંતુ તેને ૯ જુલાઈ સુધી ૯૦ દિવસ માટે સ્થગિત કરવામાં આવ્યો હતો. જોકે, અમેરિકા દ્વારા લાદવામાં આવેલ ૧૦ ટકાનો બેઝલાઇન ટેરિફ હજુ પણ અમલમાં છે.
સરકારી અધિકારીએ જણાવ્યું હતું કે ભારત કળષિ અને ડેરી જેવા તેના સંવેદનશીલ ક્ષેત્રોને સુરક્ષિત રાખવા માટે કેટલાક ક્વોટા અથવા લઘુત્તમ આયાત ભાવ (MIP) નક્કી કરી શકે છે.
પીયુષ ગોયલ વેપાર વાટાઘાટોને ઝડપી બનાવવા માટે યુએસ પહોંચ્યા
વાણિજ્ય અને ઉદ્યોગ પ્રધાન પીયૂષ ગોયલ આ અઠવાડિયાની શરૂઆતમાં વેપાર વાટાઘાટોને ઝડપી બનાવવા માટે વોશિંગ્ટન ગયા હતા. તેમણે યુએસ વેપાર પ્રતિનિધિ (યુએસટીઆર) જેમીસન ગ્રીર અને યુએસ વાણિજ્ય સચિવ હોવર્ડ લુટનિક સાથે બેઠક યોજી હતી.
અધિકારીએ જણાવ્યું હતું કે,વાટાઘાટો સકારાત્મક રીતે આગળવધી રહી છે. ૮ જુલાઈ પહેલા, અમે પ્રથમ તબક્કા પહેલા એક વચગાળાના કરારને અંતિમ સ્વરૂપ આપવાનું વિચારી રહ્યા છીએ. તેમાં માલ, નોન-ટેરિફ અવરોધો, ડિજિટલ જેવા કેટલાક સેવા ક્ષેત્રોનો પણ સમાવેશ થશે. અમે પ્રયાસ કરી રહ્યા છીએ કે ભારત માટે ૨૬ ટકા વધારાની ડ્યુટી અને ૧૦ ટકા બેઝલાઇન ટેરિફ ન હોય.
તેમણે એમ પણ કહ્યું કે ભારત કાપડ, રત્નો અને ઝવેરાત, ચામડાની ચીજવસ્તુઓ, વષાો, પ્લાસ્ટિક, રસાયણો, ઝીંગા, તેલીબિયાં, રસાયણો, દ્રાક્ષ અને કેળા જેવા શ્રમ-સઘન ક્ષેત્રો માટે છૂટછાટો માંગી રહ્યું છે.
હાલમાં, ટ્રમ્પ વહીવટીતંત્રને પ્જ્ફ (મોસ્ટ ફેવર્ડ નેશન) દરોથી નીચે ટેરિફ લાવવા માટે યુએસ કોંગ્રેસની મંજૂરીની જરૂર છે. પરંતુ વહીવટીતંત્ર પાસે ભારત સહિત ઘણા દેશો પર લાદવામાં આવેલા પારસ્પરિક ટેરિફને દૂર કરવાનો અધિકાર છે.
બંને દેશોએ વેપાર કરારને લંબાવવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી
પ્રસ્તાવિત દ્વિપક્ષીય વેપાર કરાર (BTA) ના પ્રથમ તબક્કામાં ભારત તેના શ્રમ-સઘન ક્ષેત્ર માટે ટેરિફ કન્સેશન પર યુએસ તરફથી કેટલીક પ્રતિબદ્ધતાઓ પર વિચાર કરી શકે છે. બંને દેશોએ આ વર્ષે સપ્ટેમ્બર-ઓક્ટોબર સુધીમાં કરારના પ્રથમ તબક્કાને અંતિમ સ્વરૂપ આપવાનું લક્ષ્ય રાખ્યું છે, જેથી ૨૦૩૦ સુધીમાં દ્વિપક્ષીય વેપાર બમણો કરીને ઼૫૦૦ બિલિયન કરવામાં આવે. ૯દિવસના ડ્યુટી સસ્પેન્શન સમયગાળાનો લાભ લેવા માટે નવી દિલ્હી અને વોશિંગ્ટનના અધિકારીઓ વચ્ચે ચર્ચા ૨૨ મે સુધી ચાલુ રહેશે.
નવી દિલ્હી અને વોશિંગ્ટનના અધિકારીઓ વાટાઘાટોને આગળ વધારવા માટે ૯૦-દિવસના ટેરિફ પોઝ સમયગાળાનો લાભ લેવાનો પ્રયાસ કરી રહ્યા છે. અમેરિકાએ ભારત પર ૯ જુલાઈ સુધી વધારાના ૨૬ ટકા ટેરિફ મુલતવી રાખ્યા છે. વધતી જતી વેપાર ખાધને પહોંચી વળવા માટે યુએસ દ્વારા ૨ એપ્રિલે આ જાહેરાત કરવામાં આવી હતી.
અમેરિકા આ ક્ષેત્રોમાં છૂટછાટો ઇચ્છે છે
બીજી બાજુ, અમેરિકા કેટલાક ઔદ્યોગિક માલ, ઓટોમોબાઇલ્સ (ખાસ કરીને ઇલેક્ટ્રિક વાહનો), વાઇન, પેટ્રોકેમિકલ ઉત્પાદનો, ડેરી, સફરજન, બદામ અને GM (આનુવંશિક રીતે સુધારેલા) પાક જેવા કળષિ ઉત્પાદનોમાં ડ્યુટી છૂટછાટો ઇચ્છે છે. ભારતમાં નિયમનકારી ધોરણોને કારણે અમેરિકામાંથી GM પાકની આયાત હજુ પણ બંધ છે, ત્યારે નવી દિલ્હી આલ્ફા-આલ્ફા ઘાસ (પશુ આહારનો એક પ્રકાર) જેવા બિન-GM ઉત્પાદનોની આયાત માટે ખુલ્લું છે.
અમેરિકાએ અનેક પ્રસંગોએ ભારતીય બજારોમાં અમેરિકન માલ દ્વારા સામનો કરવામાં આવતા કેટલાક બિન-ટેરિફ અવરોધો અંગે ચિંતા વ્યક્ત કરી છે.
જ્યારે પૂછવામાં આવ્યું કે શું બંને દેશો વચ્ચે પ્રસ્તાવિત કરાર પર વાટાઘાટોનો બીજો રાઉન્ડ થશે, ત્યારે અધિકારીએ કહ્યું, ૅઅમે શકય તેટલી વહેલી તકે વસ્તુઓને અંતિમ સ્વરૂપ આપવાનો પ્રયાસ કરી રહ્યા છીએ.(૩૮.૧૫)
(9:53 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
